Ind vs Aus : નટરાજન, ચહલનો તરખાટ, પ્રથમ ટી-20માં ભારતનો વિજય

લોકેશ રાહુલની અડધી સદી, ટી નટરાજનના અને ચહલની 3-3 વિકેટ, બીજી ટી-20 મેચ 6 ડિસેમ્બરે રમાશે

લોકેશ રાહુલની અડધી સદી, ટી નટરાજનના અને ચહલની 3-3 વિકેટ, બીજી ટી-20 મેચ 6 ડિસેમ્બરે રમાશે

  • Share this:
    કેનબેરા  : લોકેશ રાહુલની અડધી સદી (51)બાદ ટી નટરાજનના અને ચહલની 3-3 વિકેટની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20માં ઓસ્ટ્રેલિયા સામે 11 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી ટી-20 મેચ 6 ડિસેમ્બરે રમાશે.

    Ind vs Aus 1st T20 Updates:

    -મેથ્યુ વેડ 7 રને આઉટ

    -શોર્ટ 34 રને નટરાજનનો શિકાર બન્યો

    -મેક્સવેલ 2 રન બનાવી એલબી આઉટ

    -સ્મિથ 12 રને ચહલનો બીજો શિકાર બન્યો

    - ફિન્ચ 35 રને ચહલનો શિકાર બન્યો

    -ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં 6 ઓવરમાં વિના વિકેટે 53 રન બનાવ્યા

    - છેલ્લી ઓવરોમાં રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવતા ભારત 7 વિકેટ ગુમાવીને સન્માનજનક 161 રન નોંધાવી શકી છે. ભારતે ઓસ્ટ્રલિયાને 162 રનનો ટાર્ગેટ આપ્યો છે.
    - સિક્સર મારવાના પ્રયાસમાં 17મી ઓવરમાં હાર્દિક પંડ્યા 16 રને આઉટ થઈ ગયો.
    - 14મી ઓવરના પાંચમા બોલ પર હેનરિક્સે રાહુલને લોન્ગ ઓન પર એબોટના હાથે કેચ આઉટ કરાવી દીધો. રાહુલ 40 બોલમાં 51 રન કરીને આઉટ થયો.
    - 13મી ઓવરમાં જમ્પાએ મનીષ પાંડેને હેજલવુડના હાથે કેચ આઉટ કરાવીને ભારતને ચોથો આંચકો આપ્યો. પાંડે માત્ર બે રન કરી શક્યો.
    - સંજૂ સેમસન 23 રન કરીને હેનરિક્સનો શિકાર બન્યો. ભારતે ત્રીજી વિકેટ ગુમાવી.
    - કેએલ રાહુલે 37 બોલમાં અડધી સદી ફટકારી.
    - ભારતને 50 રન સુધી પહોંચતા પહેલા જે કેપ્ટન કોહલીના રૂપમાં બીજો આંચકો લાગ્યો. સ્વીપ્સને પોતાની જ ઓવરના ચોથા બોલ પર કોહલીનો કેચ ઝડપી લીધો. કોહલી 9 રન કરીને આઉટ થઈ ગયો.
    - ત્રીજી ઓવરમાં જ ભારતને પહેલો આંચકો લાગ્યો. સ્ટાર્કે પોતાની ટ્રેડમાર્ક સ્ટાઇલમાં શિખર ધવનને બોલ્ડ કર્યો. ધવન 6 બોલમાં માત્ર 1 રન કરીને પેવેલિયન પરત ફર્યો.
    - ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

    આ પણ વાંચો, વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 12 હજાર કરનારો બેટ્સમેન બન્યો કોહલી, તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ

    આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટી. નટરાજને ત્રીજી વનડેમાં ડેબ્યૂ કરાવ્યા બાદ ટી20માં પણ તક આપવામાં આવી છે. તેને જસપ્રીત બુમરાહે ડેબ્યૂ કેપ સોંપી. પહેલા બેટિંગ કરતાં કેએલ રાહુલને બાદ કરતાં ભારતના કોઈ પણ બેટ્સમેન સારું પ્રદર્શન ન કરી શક્યા. 20 ઓવરમાં અંતે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર માત્ર 161 રન નોંધાવી શકી. હવે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 162 રનનો ટાર્ગેટ મળ્યો છે.

    ભારતની પ્લેઇંગ XI: શિખર ધવન, કેએલ રાહુલ (વિકેટકિપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, ટી. નટરાજન, વોશિંગટન સુંદર અને મોહમ્મદ શમી.

    આ પણ વાંચો, દાવો! ‘ઝીણા’ના નામ પર દારૂની બ્રાન્ડ, Social Media પર શરૂ થઈ બબાલ

    ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ XI: ડાર્સી શોર્ટ, એરોન ફિન્ચ (કેપ્ટન), મેથ્યૂ વેડ (વિકેટકિપર), સ્ટીવ સ્મિથ, માઇજેસ હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, મિચ સ્વીપ્સન, જોશ હેજલવુડ, એડમ જામ્પા અને સીન એબોટ.
    Published by:Mrunal Bhojak
    First published: