Home /News /sport /INDvsAUS : ફિન્ચ અને સ્મિથની સદી, પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય

INDvsAUS : ફિન્ચ અને સ્મિથની સદી, પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય

ઓસ્ટ્રેલિયાએ ત્રણ વન-ડેની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, શ્રેણીની બીજી વન-ડે 29 નવેમ્બરે સિડનીમાં રમાશે

ઓસ્ટ્રેલિયાએ ત્રણ વન-ડેની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, શ્રેણીની બીજી વન-ડે 29 નવેમ્બરે સિડનીમાં રમાશે

સિડનીઃ  એરોન ફિન્ચ (114) અને સ્ટિવ સ્મિથ (105)ની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડેમાં ભારત સામે 66 રને વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટે 374 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 50 ઓવરમાં 8 વિકેટે 308 રન બનાવ્યા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વન-ડેની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 29 નવેમ્બરે સિડનીમાં રમાશે.

ધવન 74 અને હાર્દિક પંડ્યા 90 રને આઉટ

375 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાના બોર્ડ પર 53 રન હતા ત્યાર મયંક અગ્રવાલ 22 રને આઉટ થતાં ભારતે પહલી વિકેટ ગુમાવી. ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો. કોહલી 21 રન કરીને આઉટ થયો. રૈયસ એય્યર માત્ર બે રન કરી શક્યો. કેએલ રાહુલ પણ 12 રને સસ્તામાં આઉટ થતાં ભારતે 101 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. હાર્દિક પંડ્યા અને ધવને અડધી સદી ફટકારી બાજી સંભાળી છે. હાર્દિક પંડ્યાએ 31 બોલમાં અને ધવને 55 બોલમાં અડધી સદી ફટકારી છે. ધવન 74 અને હાર્દિક પંડ્યા 90 રને આઉટ થયા હતો. પંડ્યાએ 76 બોલમાં 7 ફોર 4 સિક્સર સાથે 90 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિન્ચે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ઇનિંગની શરૂઆતથી જ રમત પર પકડ જમાવી દીધી હતી. ફિન્ચે સદી ફટકારી હતી. વોર્નર 69 રને આઉટ થયો હતો. સ્ટોઇનિસ 0 રન કરીને આઉટ થયો હતો. મેક્સવેલે સ્ફોટક બેટિંગ કરી પણ તે 45 રને આઉટ થયો હતો. ફિન્ચ ઉપરાંત ઓસ્ટ્રેલિયાને મજબૂત બનાવવામાં સ્મિથની અગત્યની ભૂમિકા ભજવી. સ્મિથે પણ સદી ફટકારી છે. ભારતે અનેક કેચો ડ્રોપ કરીને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને જીવતદાન પણ આપ્યું. ભારતની ફિલ્ડિંગમાં ઘણી કચાશ જોવા મળી ઉપરાંત સ્ટાર બોલર્સ પણ પ્રારંભિક સફળતામાં મેળવવામાં નિષ્ફળ રહ્યા.

ભારતની ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

ઓસ્ટ્રેલિયાની ટીમ

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મોર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેકસ કૈરી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ જામ્પા, જોશ હેજલવુડ, સીન એબોટ, એશ્ટન એગર, કેમરૂન ગ્રીન, મોઇજેસ હેનરિક્સ, એન્ડ્યૂ ટાઈ, ડેનિયલ સેમ્સ, મેથ્યૂ વેડ.
First published:

Tags: Australia, India vs australia, Live score, ODI, Team india, ક્રિકેટ, સ્પોર્ટસ

विज्ञापन