Home /News /sport /

IND vs SA: Omicronના ખતરાની વચ્ચે ભારત જશે સાઉથ આફ્રિકા, પ્રવાસનું કેલેન્ડર જાહેર

IND vs SA: Omicronના ખતરાની વચ્ચે ભારત જશે સાઉથ આફ્રિકા, પ્રવાસનું કેલેન્ડર જાહેર

IND vs SA Schedule : ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ ઓમીક્રોનના સંક્રમણ વચ્ચે ટીમ રમશે ક્રિકેટ

India Tour of South Africa 2021-22: ઓમીક્રોનના ખતરાની વચ્ચે (Omicron) ભારતની ટીમ માટે એક ટુર્નામેન્ટનું પછી આયોજન બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે (BCCI Secretary Jay shah on India Tour of South Africa) સત્તાવાર જાહેરાત કરી

  INDIA vs South Africa : ભારતીય ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ આગળ વધારવામાં (India Tour of South Africa) આવ્યો છે અને ટીમનું ડિપાર્ટર એક સપ્તાહ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે T20 ઇન્ટરનેશનલ હવે આ શેડ્યૂલનો ( India Tour of South Africa Schedule) ભાગ નથી. આ તમામ બાબતોની જાહેરાત બન્ને ક્રિકેટ બોર્ડ દ્વારા શનિવારે કરવામાં આવી. કોવિડ 19ના નવા વેરિયન્ટને (Covid 19 New Variant Omicron) કારણે ચિંતામાં વધારો થયો, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, ચાર ટી 20 ઈન્ટરનેશનલ હાલ રમવામાં આવશે નહી, તેમને હાલ પૂરતા પોસ્ટપોન કરવામાં આવ્યા છે. આગામી 48 કલાકમાં ક્રિકેટ સાઉથ આફ્રિકા (Cricket South Africa) દ્વારા આ માટેના સ્થળો નક્કી કરવામાં આવશે.

  9 ડિસેમ્બરે ભારતીય ટીમ આ સિરીઝ માટે રવાના થવાની હતી. જો કે, હવે આ પ્રવાસ હાલ રદ્દ કરી તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે હવે આ ટેસ્ટ 17 ડિસેમ્બરે રમાવાન બદલે 26 ડિસેમ્બરે રમવામાં આવશે.

  બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ (BCCI secretary Jay Shah) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ સુધારેલી તારીખો અને કાર્યક્રમ સાથે આગળ વધશે. ટીમ દ્વારા 3 ટેસ્ટ મેચ અને 3 વન ડે મેચ રમવામાં આવશે, જેની શરૂઆત 26 ડિસેમ્બરે કરવામાં આવશે. ભારતીય બોર્ડના અધિકારીઓ એન્યુલ જનરલ મિટિંગ માટે ભેગા થયા હતા તે સમયે આ વાત સામે આવી છે.

  શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે, બાકી રહેલા ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ આગામી દિવસોમાં રમવામાં આવશે. બીજી તરફ ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા આ સિરીઝ પ્રત્યે BCCI ના કમિટમેન્ટની પ્રશંસા કરાઈ હતી. ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા જણાવવામાં આવ્યું કે, ક્રિકેટ સાઉથ આફ્રિકા એ વાતની પુષ્ટિ કરી શકે છે કે ભારતીય ટીમના આગમનના સમય જેવી લોજિસ્ટિકલ વ્યવસ્થાઓમાં થોડા એડજસ્ટમેન્ટ સાથે ભારત પ્રવાસ નિર્ધારિત રીતે યથાવત રહેશે.

  આ પણ વાંચો : IND vs NZ: ન્યૂઝીલેન્ડના આ 'ભારતીય' બોલરે સર્જ્યો ઈતિહાસ, ભારતની 10 વિકેટ ખેરવી, કુંબલેના રેકોર્ડની બરાબરી કરી

  એક અઠવાડિયું પાછો ઠેલવો પડશે પ્રવાસ

  વધુમાં જણાવાયું હતું કે, હવે પ્રવાસ નક્કી થઈ ગયો છે અને અસરકારક લોજિસ્ટિકલ આયોજન માટે ભારતીય ટીમના આગમનના સમયને એક અઠવાડિયા માટે હાલ પોસ્ટપોન કરવામાં આવશે. CSAને જાહેરાત કરતાં આનંદ થાય છે કે આ પ્રવાસ પણ સખત COVID-19 માર્ગદર્શિકા હેઠળ યોજાશે. CSAએ પણ સ્પષ્ટ કર્યું છે કે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળની પસંદગી કરવામાં આવશે.

  બબલ સેફ એન્વાયરમેન્ટ

  CSA વધુમાં જણાવે છે કે, મેચના સ્થળોની પસંદગી બબલ સેફ એન્વાયરમેન્ટ (BSEs)માં થશે. સ્થળ અંગેના કોઈપણ નિર્ણય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. હાલની સ્થિતીને જોતા તમામ ખેલાડીઓ, સ્ટાફ અને અધિકારીઓ સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે CSAએ વર્લ્ડ ક્લાસ સુરક્ષાના પગલાં લીધા છે.

  શુક્રવારે 16,000થી વધુ કેસ નોંધાયા હતા

  ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ખેલાડીઓમાં અને લોકોમાં ખૂબ જ ગભરાટ પેદા થયો છે. દેશમાં આ કેસોમાં વધારો થયો છે. દક્ષિણ આફ્રિકામાં નવા કેસોની સંખ્યા નવેમ્બરના મધ્યમાં દરરોજ 200ની હતી. જે હાલ 200 થી વધીને શુક્રવારે 16,000 થી વધુની નોંધાઈ છે.

  આ પણ વાંચો : IND vs NZ: ન્યૂઝીલેન્ડનો ભારત સામે ધબડકો, 62 રનમાં ઓલઆઉટ, જાણો કોણે પાડી વધુ વિકેટ

  કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ

  કોરોના વાયરસના નવા વેરિયન્ટને કારણે દુનિયાભરમાં હાલ ડરનો માહોલ છે. આને કારણે નેધરલેન્ડડની રેઈનબો નેશનની ટૂર પણ રદ્દ કરવામાં આવી છે. સાથે જ ઘણા દેશોમાં અવર જવર પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા દ. આફ્રિકાએ પોતાના ડોમેસ્ટિક ફિક્ચર પણ રદ્દ કરવાની ફરજ પડી હતી. જો કે ભારતની A સ્કવોડ દ. આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે અને સાથે જ આશા વ્યક્ત કરી લરહી છે કે આગામી સમયમાં મોટી ટૂર પણ આયોજીત કરવામાં આવશે.

  ફ્લાઇટ પ્રતિબંધ

  અત્યાર સુધી ભારતે પણ દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો નથી, જોકે આ દેશને "જોખમ"ની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. બીજી તરફ ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ રદ્દ થાય તો સાઉથ આફ્રિકાને મોટો આર્થિક ફટકો પડવાની દહેશત હતી. જેથી CSAના સીઈઓ ફોલેત્સકી મોસેકી મુશ્કેલીના સમયમાં તેમનો સાથ આપવા માટે BCCIનો આભાર પણ વ્યક્ત કરી ચુક્યા છે.
  First published:

  Tags: Cricket News in Gujarati, India vs South Africa, Omicron variant

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन