શ્રીલંકામાં ભારત ત્રીકોણીય ટી-20 શ્રેણી રમશે, બાંગ્લાદેશ હશે ત્રીજી ટીમ

News18 Gujarati
Updated: January 18, 2018, 11:00 PM IST
શ્રીલંકામાં ભારત ત્રીકોણીય ટી-20 શ્રેણી રમશે, બાંગ્લાદેશ હશે ત્રીજી ટીમ

  • Share this:
મુંબઇ: દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્ણ થતા જ ભારતીય ટીમ ફરી એક વખત શ્રીલંકાના પ્રવાસે રવાના થશે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમ T20 ત્રિકોણીય સિરીઝ રમશે. આ ત્રિકોણીય સિરીઝમાં ભારત સીવાયયજમાન શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ હશે. આ સિરીઝ 6 માર્ચથી શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા ભારતે ગત વર્ષે જુલાઇ-ઓગસ્ટમાં પણ શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો અને તે બાદ ગત વર્ષે શ્રીલંકાની ટીમનવેમ્બર-ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવી હતી. જો કે ત્યારે બન્ને ટીમોએ ટેસ્ટ, વન ડે અને ટી-20 દ્વિપક્ષીય સિરીઝ રમી હતી.

આ ટ્રોફીનું નામ NIDHAS ટ્રોફી 2018 હશે, જેનું આયોજન શ્રીલંકાના 70માં સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખતા કરવામાં આવી રહ્યું છે. આ સિરીઝમાં પ્રથમ રાઉન્ડ રોબિન મુકાબલા માટે ત્રણ ટીમએક બીજા વિરૂદ્ધ બે-બે મેચ રમશે. જેમાં ટોપ 2માં રહેનારી ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ 18 માર્ચે રમાશે. સિરીઝની તમામ મેચ કોલંબોના કેઆર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

આ છે સિરીઝનો કાર્યક્રમ

6 માર્ચ 2018- શ્રીલંકા vs ભારત
8 માર્ચ 2018- બાંગ્લાદેશ vs ભારત
10 માર્ચ 2018- શ્રીલંકા vs બાંગ્લાદેશ12 માર્ચ 2018- ભારત vs શ્રીલંકા
14 માર્ચ 2018- ભારત vs બાંગ્લાદેશ
16 માર્ચ 2018- બાંગ્લાદેશ vs શ્રીલંકા
18 માર્ચ 2018- ફાઇનલ
First published: January 18, 2018, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading