ટીમ ઇન્ડિયાના ન્યૂઝીલેન્ડના પ્રવાસની જાહેરાત, આ તારીખથી શરૂ થશે શ્રેણી

News18 Gujarati
Updated: July 31, 2018, 5:30 PM IST
ટીમ ઇન્ડિયાના ન્યૂઝીલેન્ડના પ્રવાસની જાહેરાત, આ તારીખથી શરૂ થશે શ્રેણી
શ્રેણીમાં 5 વન-ડે અને 3 ટી-20 મેચ રમાશે. (ફાઇલ ફોટો - ટ્વિટર)

  • Share this:
ઇંગ્લેન્ડ પ્રવાસ પછી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના મહત્વપૂર્ણ પ્રવાસે જશે. આ પછી વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. જાન્યુઆરી 2019માં ભારતીય ક્રિકેટ ટીમ કિવી ટીમ સામે લિમિટેડ ઓવરોની શ્રેણી રમશે. શ્રેણીમાં 5 વન-ડે અને 3 ટી-20 મેચ રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે 23 જાન્યુઆરીના રોજ નેપિયરમાં રમાશે.

ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ

પ્રથમ વન ડે - 23 જાન્યુઆરી, નેપિયર

બીજી વન ડે - 26 જાન્યુઆરી, માઉન્ટ મોંગાનુઈ
ત્રીજી વન ડે - 28 જાન્યુઆરી, માઉન્ટ મોંગાનુઈ
ચોથી વન ડે - 31 જાન્યુઆરી, હેમિલ્ટનપાંચમી વન ડે - 3 ફેબ્રુઆરી, વેલિંગ્ટન

ટી-20 શ્રેણી

પ્રથમ ટી-20 - 6 ફેબ્રુઆરી, વેલિંગ્ટન
બીજી ટી-20 - 8 ફેબ્રુઆરી, ઓકલેન્ડ
ત્રીજી ટી-20 - 10 ફેબ્રુઆરી, હેમિલ્ટન

ન્યૂઝીલેન્ડમાં ખરાબ પ્રદર્શન
ટીમ ઇન્ડિયા ભલે આજે લિમિટેડ ઓવર ક્રિકેટની ટોપ ટીમ હોય પણ ન્યૂઝીલેન્ડને તેની ધરતી ઉપર હરાવવું આસાન નથી. ટીમ ઇન્ડિયાનો ઇતિહાસ પણ તેની સાક્ષી છે. ન્યૂઝીલેન્ડના છેલ્લા પ્રવાસમાં ભારતીય ટીમ વન ડે શ્રેણીમાં એકપણ મેચ જીતી શકી ન હતી. 5 મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો 4 મેચમાં પરાજય થયો હતો અને એક મુકાબલો ટાઇ રહ્યો હતો. આ સિવાય ન્યૂઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયા ક્યારેય ટી-20 મેચ જીતી શક્યું નથી.
First published: July 31, 2018
વધુ વાંચો
अगली ख़बर