Home /News /sport /ટેસ્ટમાં નંબર 1 બનવાના પ્રયાસમાં ભારતને થયું નુકસાન, ઓસ્ટ્રેલિયાએ કર્યો મોટો ફેરબદલ, જુઓ હાલનું ODI રેન્કિંગ

ટેસ્ટમાં નંબર 1 બનવાના પ્રયાસમાં ભારતને થયું નુકસાન, ઓસ્ટ્રેલિયાએ કર્યો મોટો ફેરબદલ, જુઓ હાલનું ODI રેન્કિંગ

ભારતે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું છે. (એપી)

ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ICC ODI રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બનવાની પ્રક્રિયામાં ભારતે ODIમાંથી જ પોતાનું પ્રથમ સ્થાન ગુમાવ્યું છે. હવે બંને ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની રેન્કિંગ બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ વનડે જીત્યા બાદ બાકીની બે વનડેમાં ભારતનો પરાજય થયો હતો. આ હાર સાથે ભારતે વનડે રેન્કિંગમાંથી પોતાનું પ્રથમ સ્થાન પણ ગુમાવ્યું છે. ભારત હવે ઓસ્ટ્રેલિયાથી એક સ્તર નીચે આવી ગયું છે. ટેસ્ટ સિરીઝમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને વનડેમાં શરમજનક હાર મળી હતી.

જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી, ત્યારે ભારતીય ટીમની નજર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા પર હતી. જોકે, ભારત આમ કરવામાં સફળ રહ્યું, પરંતુ આ હાંસલ કરવાની પ્રક્રિયામાં તેણે ODI રેન્કિંગમાંથી પણ  પ્રથમ સ્થાન ગુમાવ્યું છે.

તમને જણાવી દઈએ કે, સિરીઝ પહેલા ભારતને 114 રેટિંગ અને ઓસ્ટ્રેલિયાના 112 રેટિંગ હતા. પરંતુ શ્રેણી હાર્યા બાદ તે બદલાઈ ગયો. બંને ટીમોના 113 રેટિંગ છે. પરંતુ ઓછી મેચ રમવાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે.

આ પણ વાંચો : Shaheed Diwas: અજય દેવગણથી માંડી સોનુ સૂદે શહિદો પર બનેલી આ ફિલ્મોમાં ક્રાંતિકારી પાત્રને સંપુર્ણ ન્યાય આપ્યો

ત્રીજી વનડેની વાત કરીએ તો, ભારત આ મેચ જીતી શક્યું હોત. પરંતુ ખરાબ બેટિંગના કારણે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાનો માત્ર એક ખેલાડી (વિરાટ કોહલી) 50નો આંકડો પાર કરી શક્યો. સૂર્યકુમાર યાદવ ફરી એકવાર પહેલા જ બોલ પર આઉટ થયો હતો. રોહિત શર્મા, શુબમન ગિલ પણ કંઈ ખાસ કરી શક્યા નથી. પરિણામ એ આવ્યું કે ભારત 21 રને મેચ હારી ગયું  હતુ.
First published:

Tags: ICC Ranking, IND vs AUS, ODIs