Team India Squad : વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, કોહલીને આરામ કે હકાલપટ્ટી?
Team India Squad : વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, કોહલીને આરામ કે હકાલપટ્ટી?
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત
India squad for T20I series - વિરાટને લઇને ઘણી અટકળો કરવામાં આવી રહી હતી. હવે સ્પષ્ટ થઇ ગયું છે કે ટી-20 કે વન-ડે શ્રેણી રમવા માટે વેસ્ટ ઇન્ડીઝ જશે નહીં
મુંબઈ : વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટી-20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની ( India squad announced)જાહેરાત કરવામાં આવી છે. 29 જુલાઇથી શરુ થઇ રહેલી પાંચ મેચની આ શ્રેણીમાં વિરાટ કોહલીને (Virat Kohli)આરામ આપવામાં આવ્યો છે. જોકે તેના ખરાબ ફોર્મને જોતા તેના હકાલપટ્ટી થઇ હોય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિરાટને લઇને ઘણી અટકળો કરવામાં આવી રહી હતી. હવે સ્પષ્ટ થઇ ગયું છે કે ટી-20 શ્રેણી રમવા માટે વેસ્ટ ઇન્ડીઝ (India squad against West Indies) જશે નહીં.
રોહિત શર્મા (Rohit Sharma)કેપ્ટન તરીકે ટીમ સાથે રહેશે. કેએલ રાહુલ ઇજા પછી પરત ફરી રહ્યો છે. રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. આ પછી તે સારવાર માટે જર્મની ગયો હતો. તે થોડા દિવસો પહેલા જ પરત ફર્યો છે. કુલદીપ યાદવ પણ ઇજા પછી પરત ફરી રહ્યો છે. કેએલ રાહુલ અને કુલદીપ યાદવનું ટીમમાં રહેવું તેમના ફિટનેસ પર નિર્ભર રહેશે. ફિટનેસ ટેસ્ટ પછી જ ટીમમાં સ્થાન મળશે.
આ પ્રવાસમાં કુલ 5 ટી-20 મેચ રમાશે. ટી-20 શ્રેણી 29 જુલાઇથી શરુ થશે. જે 7 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન 2 મેચ અમેરિકામાં પણ રમાશે.
વિરાટ કોહલીનું કંગાળ ફોર્મ
વિરાટ કોહલી ખરાબ ફોર્મ અને ઇજાથી પરેશાન છે. કોહલી ઇજાના કારણે પ્રથમ વન-ડેમાં પણ રમ્યો ન હતો. વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન હાલમાં ઇંગ્લેન્ડ સામેની બે ટી-20માં યતાવત્ રહ્યું છે. તે અનુક્રમે 1 અને 11 રન જ બનાવી શક્યો હતો.
Rohit Sharma (C), I Kishan, KL Rahul*, Suryakumar Yadav, D Hooda, S Iyer, D Karthik, R Pant, H Pandya, R Jadeja, Axar Patel, R Ashwin, R Bishnoi, Kuldeep Yadav*, B Kumar, Avesh Khan, Harshal Patel, Arshdeep Singh.
*Inclusion of KL Rahul & Kuldeep Yadav is subject to fitness.