ભારત-સાઉથ આફ્રિકા ત્રીજી વન-ડે: શું હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન

News18 Gujarati
Updated: February 7, 2018, 8:24 AM IST
ભારત-સાઉથ આફ્રિકા ત્રીજી વન-ડે: શું હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન

  • Share this:
વિરાટ કોહલીએ કેપ્ટનસીના રૂપમાં પોતાની બધી 35 ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યાં છે, પરંતુ તેઓ સતત ત્રીજી વનડેમાં સમાન ટીમ સાથે ઉતરી શકે છે. ભારત જ્યારે બુધવારે કેપટાઉનમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી વનડે મેચમાં ઉતરશે ત્યારે તે વાતની પૂરી સંભાવના છે કે, તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ પરિવર્તન કરવામાં આવશે નહી.

ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર્યા બાદ વનડેમાં દબદબો બનાવીને ખુશ હશે. સાઉથ આફ્રિકાએ ટેસ્ટ સિરીઝમાં 2-0ની લીડ મેળવી હતી અને ભારતને પ્લેઈંગ ઈલેવનમાં વારંવાર ફેરફાર કરવા પડ્યા હતા. પરંતુ આફ્રિકાને બે વનડે હરાવ્યા બાદ ટીમ હાલમાં ફુલ ફોર્મમાં નજરે પડી રહી છે. તે સાચી વાત છે કે, જીત મળ્યા બાદ ટીમનો રંગ બદલાઈ જાય છે. એવામાં ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. જોકે, છેલ્લા સમયે કોઈ ખેલાડીને ફિટનેસને લઈને બહાર બેસવું પડે તે અલગ વાત છે.

બેટ્સમેનના ક્રમમાં કોઈ જ ફેરફારની શક્યતા નથી

રોહિત શર્મા અને શિખર ધવનની સલામી જોડી ઓપનિંગની શરૂઆત કરશે. ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં ઉતરવું નક્કી જ છે. ડરબન વનડે બાદ નંબર ચાર પર અજિંક્ય રહાણેએ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. બીજી વનડેમાં તો તક મળી નહતી પરંતુ પહેલી વનડેમાં રહાણેએ 79 રનની ઈનિંગ રમી હતી. રહાણે બાદ બેટિંગક્રમમાં કેદાર જાધવ, એમએસ ધોની અને હાર્દિક પંડ્યાનો નંબર આવે છે.

ચહલ અને કુલદીપે જમાવી ધાક

બોલિંગ વિભાગમાં પણ ફેરફારની કોઈ જ શક્યતા નથી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બૂમરાહની જગ્યા પાક્કી થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા ત્રીજા મીડિયમ ફાસ્ટ બોલર તરીકે તેમને સાથ આપશે. ફિરકી બાજ યૂઝવેન્દ્ર ચહલ અને કૂલદીપ યાદવે પાછલી બંને મેચોમાં જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સેન્ચ્યુરીયનમાં યૂઝવેન્દ્ર ચહલે પાંચ અને કુલદીપ યાદવને ત્રણ વિકેટ ઝડપી હતી. જેના કારણે મેજબાન ટીમને માત્ર 118 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. કાલે સાંજે સાડા ચાર વાગે ટીમ ઈન્ડિયા જીતના ઈરાદા સાથે કેપટાઉનના મેદાનમાં  ઉતરશે.આ હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, યૂઝવેન્દ્ર ચહલ, કૂલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બૂમરાહ

 
First published: February 6, 2018, 7:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading