બેંગલુરુ : કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીવાળી ભારતીય ટીમ (India Team) રવિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M Chinnaswamy Stadium)માં ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ (3rd T20I Match)માં દક્ષિણ આફ્રિકા (South Africa)ને હરાવીને સીરિઝ 2-0થી જીતવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. ધર્મશાળામાં પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી અને બીજી મેચમાં બોલરોના શાનદાર પ્રદર્શન તથા કોહલીની સ્ફોટક બેટિંગના કારણે ભારતે સાત વિકેટથી જીત મેળવી 1-0ની સરસાઈ મેળવી લીધી.
પંત પર બધાની નજર રહેશે
કોહલીની પ્રેરણાદાયી વાતોએ ઋષભ પંત (Rishabh Pant) વિશે ચાલી રહેલી ચર્ચાઓને બંધ કરી દીધી જે છેલ્લી મેચમાં કંઈ ખાસ કરી ન શક્યો અને બેટિંગમાં તેનો સંઘર્ષ ચાલુ જ છે. તેના પ્રદર્શન પર સૌની નજરો છે. પંત પણ પોતાના ટીકાકારોને ચૂપ કરવાની આશા રાખશે, જ્યારે મધ્યક્રમમાં ભારતની પાસે પ્રતિભાશાળી શ્રેયસ ઐય્યર અને ત્યારબાદ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા છે.
દક્ષિણ આફ્રિકા પર દબાણ
દક્ષિણ આફ્રિકાની ટીમમાં ઘણા નવા ખેલાડીઓ છે જે છેલ્લી મેચમાં સ્થાનિક ટીમના ખેલાડીઓને રોકવામાં અસમર્થ રહ્યા. મોહાલીમાં દક્ષિણ આફ્રિકાના બોલરોની પાસે કોહલીની બેટિંગનો પણ કોઈ જવાબ નહોતો અને હવે આ અંતિમ મેચ એવા મેદાન પર રમાઈ રહી છે જેનાથી ભારતીય કેપ્ટન ખૂબ જ પરિચિત છે અને તે વધુ એક સ્ફોટક ઇનિંગ રમવા માટે આશાવાદી છે. દક્ષિણ આફ્રિકાના નવા કેપ્ટન ક્વિન્ટન ડિકૉકને ફરીથી બેટિંગની જવાબદારી ઉઠાવવી પડશે અને તે ડૅવિડ મિલર અને રીજા હેંડ્રિક્સથી સહયોગની આશા રાખે છે.
રોહિત મોટી ઇનિંગ રમવા માટે આશાવાદી
કોહલી પહેલા વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવનને કાગિસો રબાડાની આગેવાનીવાળી ફાસ્ટ બોલિંગ આક્રમણનો સામનો કરવો પડશે એન આ બંને ઓપનિંગ બેટ્સમેનો મેદાનના આકારનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. રોહિત મોહાલીમાં શરૂઆતનો ઉઠાવી નહીં શકે તો તે આ તકને હાથથી સરકવા નહીં દે.
ભારતીય ટીમ મેનેજમેન્ટ જોકે એ વાતથી સંતુષ્ટ છે કે ફાસ્ટ બોલર દીપક ચહર અને નવદીપ સૈનીએ નિયમિત જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારની ગેરહાજરીમાં સારું પ્રદર્શન કર્યુ. તેમને ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષોનો અનુભવ નથી પરંતુ વોશિંગટન સુંદર, ચાહર અને સૈનીએ બતાવી દીધું કે તેઓ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને પડકાર આપી શકે છે.