India Post Recruitment 2021: ઇન્ડિયા પોસ્ટે ગુજરાત સર્કલમાં (Gujarat Postal Circle Recruitment 2021) પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની સ્પોર્ટ્સ ક્વોટાની (Sports person Recruitment in Indian Post Rajasthan Circle) જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 6 ડિસેમ્બર 2021 સુધીમાં નિયત ફોર્મેટમાં ઇન્ડિયા પોસ્ટ ગુજરાત સર્કલ ભરતી 2021 (India Post Recruitment 2021 Gujarat circle) માટે તેમની અરજી સબમિટ કરી શકે છે. આ જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 25 ઓક્ટોબર 2021થી શરૂ કરવામાં આવી છે. પોસ્ટ વિભાગની વેબસાઇટ પર ભરતીને લગતું વિગતવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં શૈક્ષણિક લાયકાતથી લઈને અરજી કરવાની ફી વગેરે વિશે માહિતી આપવામાં આવી છે.
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે : આ પ્રક્રિયા દ્વારા પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટની 71 જગ્યાઓ, પોસ્ટમેનની 56 જગ્યાઓ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ની 61 જગ્યાઓ મળી કુલ 188 જગ્યા પર ભરતી કરવામાં આવશે. પોસ્ટલ આસિસ્ટન્ટ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પે લેવલ 4 હેઠળ 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે.
જ્યારે પોસ્ટમેનની પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પે લેવલ 3 હેઠળ 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા પ્રતિ માસનો પગાર મળશે. જ્યારે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની પોસ્ટ પર ભરતી કર્યા પછી, પે લેવલ 1 હેઠળ 18,000 થી 56,900 રૂપિયા પ્રતિ માસનો પગાર આપવામાં આવશે.
ઉંમર મર્યાદા અને લાયકાત
પોસ્ટ વિભાગની જાહેરાત મુજબ ટપાલ સહાયક અને પોસ્ટમેનની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ હોવો જોઈએ. જ્યારે 10મું પાસ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે પણ અરજી કરી શકે છે. ઉંમર મર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જેના માટે જાહેરાત વાંચવાની રહેશે.
જોકે, સરકારી નિયમો મુજબ, OBC કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ અને SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ આપવામાં આવશે. વિગતવાર માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત જોવી પછી આવેદન કરવું
તમામ પાત્ર ઉમેદવારો 25-11-2021 સુધીમાં સૂચનામાં આપેલા સરનામે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા રાજસ્થાન સર્કલમાં આ જગ્યાઓ પર ભરતી માટે નિર્ધારિત ફોર્મેટમાં તેમની અરજી મોકલી શકે છે. આ તારીખ પછી મોકલવામાં આવેલ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી કરવા માટે ઉમેદવારોએ રૂ.100ની અરજી ફી પણ ચૂકવવી પડશે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ પર માહિતી મળશે.
અરજી કરવા માટે :
આ નોકરી માટે અહીંયા આપવામાં આવેલા જાહેરાતના નોટિફિકેશન પરથી ફોર્મ ડાઉનલોડ કરી ઓનલાઇન 100.રૂ. ફી ભરી અને નીચેના સરનામે સ્પીડ પોસ્ટ અથવા પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે
ધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર (રિક્રૂટમેન્ટ)
ઓફિસ ઓફ ચીફ પોસ્ટમાસ્ટર જનરલ,
ગુજરાત સર્કલ, અમદાવાદ 380 001
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર