Home /News /sport /INDvsPAK: ભારત પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જોવા રહેજો તૈયાર, બંને ટીમો ટી-20 વર્લ્ડકપ સેમિફાઇનલમાં

INDvsPAK: ભારત પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જોવા રહેજો તૈયાર, બંને ટીમો ટી-20 વર્લ્ડકપ સેમિફાઇનલમાં

ફાઇનલમાં ટકરાશે ભારત પાકિસ્તાન

T20 World Cup 2022: ફાઈનલમાં ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થાય તેવી શક્યતા છે. હવે બે જ કદમની દૂરી છે. જાણો કઈ રીતે થઈ શકે છે મહા મુકાબલો

    South Africa Lost To Netherlands: દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર 'ચોકર્સ' સાબિત થઈ છે. નેધરલેન્ડ્સે રવિવારે સવારે એડિલેડના ઓવલ મેદાન પર રમાયેલી સુપર-12 રાઉન્ડની મેચમાં તેને હાર આપી હતી. જોકે નેધરલેન્ડ પણ આ વૈશ્વિક ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને આ હાર સાથે ભારતીય ટીમ પણ સીધી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ગ્રૂપ સ્ટેજમાં જો ભારત અને પાકિસ્તાન ટોપ કરે તો સેમિફાઇનલમાં પહોંચે અને તેમાં પણ બંને ટીમો પોતપોતાની મેચો જીતે તો ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પણ ચાહકો જોઈ શકે છે.

    આફ્રિકા એડિલેડમાં હારી ગયું

    ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચ હારી ગઈ હતી. રવિવારે ટી-20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મહત્વની મેચમાં અપસેટનો શિકાર બની છે. ટૂર્નામેન્ટની મેચમાં તેણે દક્ષિણ આફ્રિકાને 13 રનથી હરાવ્યું હતું. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે.

    મેચમાં પ્રથમ બેટિંગ કરતાં નેધરલેન્ડે 4 વિકેટે 158 રનનો સ્કોર બનાવ્યો હતો. કોલિન એકરમેને 26 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે 145 રન જ બનાવી શકી હતી.

     આ પણ વાંચો: T20WC 2022માં સર્જાયો મેજર અપસેટ, નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું, મેચ રમ્યાં વગર ભારત સેમિફાઇનલમાં

    એક મેચમાં ભારતની ટિકિટ ફાઇનલ

    ભારતીય ટીમના હાલમાં 4 મેચમાં 6 પોઈન્ટ છે અને તે ગ્રુપ 2માં ટોપ પર છે. આ સાથે સેમિફાઇનલની ટિકિટ કપાઈ ગઈ છે. હવે ભારતનો મુકાબલો ઝિમ્બાબ્વે સાથે થવાનો છે પરંતુ વરસાદ અને ખરાબ હવામાનને કારણે મેચ રદ્દ થશે તો પણ ભારત ટોપ પર રહીને જ ક્વોલિફાય કરશે.



    બાબર આઝમની ટીમને જીતની જરૂર  હતી

    પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડનો મુકાબલો પણ આજે એડિલેડ ઓવલ મેદાન પર રમાયો. જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. બાબર આઝમની આગેવાની હેઠળની પાક. ટીમ બાંગ્લાદેશને હરાવી તેથી તેને પણ સેમિફાઇનલની ટિકિટ મળી હતી.

    હવે બંને ટીમો પોતપોતાની સેમિફાઇનલ્સ જીતે તો ફરી ફાઈનલમાં ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે. જેના કારણે ચાહકોમાં પણ અનેરો ઉત્સાહ છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन
    विज्ञापन