Home /News /sport /

INDvsPAK: કોહલીએ ઉડાવી પાકિસ્તાની કેપ્ટનની મજાક, VIDEO VIRAL

INDvsPAK: કોહલીએ ઉડાવી પાકિસ્તાની કેપ્ટનની મજાક, VIDEO VIRAL

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અનુસાર કોહલી પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન સરફરાઝ અહમદની મજાક ઉડાવી હંસે છે

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અનુસાર કોહલી પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન સરફરાઝ અહમદની મજાક ઉડાવી હંસે છે

    ન્યૂઝ18 ગુજરાતી: ભારત અને પાકિસ્તાનની વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019ની મેચમાં એક સમય એવો આવ્યો જ્યારે ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી હસતો અને નકલ કરતો નજર આવે છે. આ ઘટના પાકિસ્તાનની પારી શરૂ
    થતા ઠીક પહેલાંની છે. વિરાટ ટીમ સાથી કેદાર જાધવ અને કુલદીપ યાદવની સાથે કોઇ વ્યક્તિની મિમિક્રી કરતો નજર આવે છે. તેનાં હાવભાવ જોઇ જાધવ અને કુલદીપ સતત હસતો નજર આવે છે. અને કોહલી પણ ખુબ હસી રહ્યો હોય
    છે.

    સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા પ્રમાણે કોહલી પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં કેપ્ટન સરફરાઝ અહમદની નકલ કરતો અને હસતો નજર આવે છે. ભારતની પારી ખતમ થયાનાં થોડા સમય બાદ વરસાદ આવ્યો અને આ કારણે પાકિસ્તાનની બેટિંગ થોડી મોડી શરૂ થઇ. તે બાદ જ્યારે ભારતીય ટીમ અને પાકિસ્તાનની ઓપનિંગ જોડી ઇમામ ઉલ હક અને ફખર જમાં મેદાનમાં આવ્યા તો લોકો પિચની પાસે પહોચ્યાને ફરી વરસાદ શરૂ થયો અને બંને ટીમ મેદાનથી બહાર જતી રહી.



    કોહલી બાકી સાથીઓ સાથે મેદાનની બહાર બનેલા ડગઆઉટમાં બેઠો હતો આ સમયે તે કોહલી હસી હસીને મજાક ઉડાવતો નજર આવે છે. કોહલી જે અંદાજમાં નકલ ઉતારે છે તે જોઇને જાધવ અને કુલદીપ ખિલખિલાટ હસી રહ્યાં છે.

    સોશિયલ મીડિયા પર યૂઝર્સનું કહેવું છે કે કોહલી સરફરાઝની મજાક ઉડાવી રહ્યો હતો. લાગે છે કે સરફરાઝ જે અંદાજમાં તેનાં ખેલાડીઓ સાથે વાત કરે છે કોહલી તેની નકલ કરી રહ્યો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, IndVSPak, Match, Mimicks, Sarfaraz ahmed, Video viral, પાકિસ્તાન, ભારત, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन