Home /News /sport /IND VS NZ: ભારત ન્યૂઝીલેન્ડ ટી-20માં ટોસ જીતીને કેપ્ટન હાર્દિકે પહેલા દાવ લીધો, પૂર્વ કોચે કહ્યું ખોટુ કર્યું
IND VS NZ: ભારત ન્યૂઝીલેન્ડ ટી-20માં ટોસ જીતીને કેપ્ટન હાર્દિકે પહેલા દાવ લીધો, પૂર્વ કોચે કહ્યું ખોટુ કર્યું
હાર્દિક પંડ્યા અમદાવાદ આ
IND VS NZ: અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ T-20 મેચ રમાવાની છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી લીધો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
INDIA VS NEWZEALAND AHMEDABAD: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-20 અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ T-20 મેચ રમાવાની છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી લીધો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
કેપ્ટન હાર્દિકે ટોસ જીતીને બેટિંગ લીધી
જો કે હાર્દિકના આ નિર્ણય સાથે ટીમના પૂર્વ આસિસ્ટન્ટ કોચ રહી ચૂકેલા સંજય બાંગરે આ નિર્ણયને વખોડ્યો હતો અને કહ્યું હતું કે તમે ઉમરાન મલિકને ટીમમાં લીધો છે એટ્લે કે ઘાસ છે પિચ પર અને માટે ચેઝ કરવો એ જ સારો નિર્ણય રહે એમ હતો. એવામાં હાર્દિકે વિપરીત પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
#TeamIndia have won the toss and elect to bat first in the series decider match.
આ મેચમાં કેપ્ટન હાર્દિકે યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ ફાસ્ટ બોલર ઉમરાન મલિકને તક આપી હતી. અહીં પિચ પર ઘાસ હોવાના કારણે કદાચ ટીમ મેનેજમેંટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બપોર ઢળતા સુધીમાં જ સ્ટેડિયમમાં લોકોને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચ જોવા પહોંચ્યા છે. મેચ શરૂ થાય તેની પહેલાં સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેચ જોવા માટે ધીમે-ધીમે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા લોકો પોતાની સાથે પાવર બેંક, સેલ્ફી સ્ટિક, કોઈ પણ પ્રકારની બેગ, પાણીની બોટલ, કેમેરા, ખાવા-પીવાની વસ્તુઓ વગેરે લઈ જઈ શકશે નહીં. જે પણ વ્યક્તિ આ વસ્તુઓ લઈને આવશે, તે તમામ વસ્તુઓ બહાર મુકાવી દેવામાં આવશે. માટે તમામ લોકોની તપાસ પણ એ રીતે જ કરવામાં આવી રહી છે.
સૂર્યા માટે ખાસ છે સ્ટેડિયમ
અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમશે. સૂર્યકુમાર યાદવે પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે હું અહીં આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે 2021માં મે અહીથી શરૂ કર્યું હતું. હવે સારું લાગે છે. 2021માં કેવો આવ્યો હતો અહીં અને હવે સ્ટેડિયમ પણ કેટલું સરસ છે અને બહુ જ સારું લાગી રહ્યું છે.
અગાઉ લખનઉ ટ્રેકની મુશ્કેલ સીરીઝમાં જીત બાદ હાર્દિક પાંડ્યા (Hardik Pandya in Ahmedabad)ની ટીમ ઇન્ડિયા બુધવારે રમાનારી મેચ અમદાવાદ (Team India in Ahmedabad) આવી પહોંચી છે. રવિવારે બીજી ગેમ લો-સ્કોરિંગ મેચ હતી. તેમ છતાં તે નેઇલ-બિટર સાબિત થઈ હતી. શરુઆતમાં 100 રનનો પીછો કરવો આસાન લાગતો હતો. પરંતુ જ્યારે ન્યુઝીલેન્ડના સ્પિનરોએ બરાબરની ટક્કર આપી ત્યારે મેચ જીતવી મુશ્કેલ લાગી રહી હતી. જોકે, કેપ્ટન હાર્દિક પાંડ્યા (Captain Hardik Pandya) અને વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વચ્ચેની મેચ વિનિંગ સ્ટેન્ડે યજમાન ટીમને સુરક્ષિત રાખી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર