Home /News /sport /IND VS NZ: કેપ્ટન હાર્દિક પંડ્યાનો દાવ સાચો પડ્યો, ક્રિકેટરે ઉડીને એક હાથે કર્યો સુંદર કેચ
IND VS NZ: કેપ્ટન હાર્દિક પંડ્યાનો દાવ સાચો પડ્યો, ક્રિકેટરે ઉડીને એક હાથે કર્યો સુંદર કેચ
હાર્દિક પંડ્યા
IND VS NZ: આજે રાંચીમાં રામાઈ રહેલી પ્રથમ ટી-20 મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ટીમમાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
INDIA VS NEWZEALAND RANCHI: આજે ત્રણ વન-ડેની સીરિઝમાં ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યા બાદ આત્મવિશ્વાસ સાથેની ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડને ટી-20 શ્રેણીમાં પરાસ્ત કરવાના ઇરાદે ધોનીના વતન ઝારખંડનાં રાંચીમાં પ્રથમ ટી-20 મેચથી મિશનની શરૂઆત કરશે.
ભારતીય ક્રિકેટ ટીમમાં હવે ટી-20 શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને સતત આરામ આપવામાં આવી રહ્યો છે, આ જ કારણ છે કે આ શ્રેણીમાં પણ આ સિનિયર ખેલાડીઓ નથી રમી રહ્યા અને તેઓના સ્થાને નવા ખેલાડીઓને સ્થાન મળી રહ્યું છે. જુનિયર ખેલાડીઓને આટલી મોટી તક મળવાના કારણે તેઓ માટે પણ મોટી સીરિઝ માટે પ્લેટફોર્મ બની રહ્યું છે. આ તમામ ખેલાડીઓ વર્લ્ડકપ અગાઉ પોતાનું બેસ્ટ પરફોર્મ કરીને ટીમમાં કાયમી સ્થાન બનાવવા પ્રયત્ન કરશે.
આજે રાંચીમાં રામાઈ રહેલી પ્રથમ ટી-20 મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
વોશિંગ્ટન સુંદર પર ભરોસો
મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્પિનર વોશિંગ્ટન સુંદર પર ભરોસો મુક્તા જેવી તેને બોલિંગ આપી એ ભેગા જ સુંદરે બે વિકેટ ઝડપી પાડી હતી. સુંદરે પાંચમી અને પોતની બીજી ઓવરમાં ચેપમેનનો એક શાનદાર કેચ ઝડપ્યો હતો જેના સોશ્યલ મીડિયામાં લોકોએ ખૂબ વખાણ કર્યા હતા.
આજે ભારતીય ટીમમાં પૃથ્વી શો અને યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી નથી. એવું લાગી રહ્યું હતું કે એક સમયે પૃથ્વી શોને ટીમમાં સ્થાન મળી શકે છે પરંતુ તેને તક મળી નહોતી અને ઓપનર્સ તરીકે શુભમન ગિલ અને ડાબોડી બેતર ઈશાન કિશન પર દારોમદાર રાખવામા આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં હાર્દિકની કેપ્ટન્સીમાં ભારત એક પણ ટી-20 સીરિઝ હાર્યું નથી. ત્યારે કેપ્ટન હાર્દિક પોતાનો આ રેકોર્ડ જળવાઈ રહે તેવા પ્રયાસ કરશે એ નક્કી છે.
" isDesktop="true" id="1328015" >
હાર્દિક પંડ્યાની આ ટીમમાં નંબર-3 પર વિરાટ કોહલીની જગ્યાએ યુવા બેટ્સમેન રાહુલ ત્રિપાઠીને તક આપવામાં આવી છે. સૂર્યકુમાર યાદવની જેમ રાહુલ પણ ખૂબ જ ખતરનાક બેટર છે. તેનો સ્ટ્રાઈક રેટ ઘણો સારો છે અને તે પોતાની ડેબ્યુ પછીની બીજી જ મેચમાં પ્રભાવ પાડી ચૂક્યો છે. રાહુલને શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર