Home /News /sport /IND vs NZ: અમદાવાદમાં ટીમ ઇન્ડિયા, આવતાવેંત ખેલાડીઓએ શરૂ કરી દીધી મસ્તી, સાડીમાં સ્ટાફે કર્યું ખાસ સ્વાગત
IND vs NZ: અમદાવાદમાં ટીમ ઇન્ડિયા, આવતાવેંત ખેલાડીઓએ શરૂ કરી દીધી મસ્તી, સાડીમાં સ્ટાફે કર્યું ખાસ સ્વાગત
team india ahmedabad
INDIA VS NEWZEALAND T20 AHMEDABAD : સોમવારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સીરિઝ (IND vs NZ, 3rd T20I )ની અંતિમ મેચ માટે અમદાવાદ આવી પહોંચી હતી. આ ટીમના સભ્યોનું હોટલમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
લખનઉ ટ્રેકની મુશ્કેલ સીરીઝમાં જીત બાદ હાર્દિક પાંડ્યા (Hardik Pandya in Ahmedabad)ની ટીમ ઇન્ડિયા બુધવારે રમાનારી મેચ અમદાવાદ (Team India in Ahmedabad) આવી પહોંચી છે. રવિવારે બીજી ગેમ લો-સ્કોરિંગ મેચ હતી. તેમ છતાં તે નેઇલ-બિટર સાબિત થઈ હતી. શરુઆતમાં 100 રનનો પીછો કરવો આસાન લાગતો હતો. પરંતુ જ્યારે ન્યુઝીલેન્ડના સ્પિનરોએ બરાબરની ટક્કર આપી ત્યારે મેચ જીતવી મુશ્કેલ લાગી રહી હતી. જોકે, કેપ્ટન હાર્દિક પાંડ્યા (Captain Hardik Pandya) અને વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વચ્ચેની મેચ વિનિંગ સ્ટેન્ડે યજમાન ટીમને સુરક્ષિત રાખી હતી.
સોમવારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સીરિઝ (IND vs NZ, 3rd T20I )ની અંતિમ મેચ માટે અમદાવાદ આવી પહોંચી હતી. આ ટીમના સભ્યોનું હોટલમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઇશાન કિશને પૃથ્વી શોની કેપ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આવું ન કરી શક્યો, કારણ કે બાદમાં હોટલના સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેણે ઇશાનને રોકી દીધો હતો. બીસીસીઆઈ (BCCI)એ તેમના અમદાવાદમાં હોટેલમાં આગમનનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘હેલો અમદાવાદ. અમે અહીં #INDvNZ સીરીઝની ત્રીજી અને અંતિમ ટી-20 માટે આવ્યા છીએ.’
જોકે ભારતે બીજી ટી-20માં ન્યુઝીલેન્ડ સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. પરંતુ કેપ્ટન હાર્દિક પાંડ્યાએ અહીં 'સ્પિન- ડોમીનેટિંગ' પીચની ફરીયાદ કરતાં તેને વિકેટમાં ઝટકો આપતી હોવાનું અને ટી-20 ક્રિકેટ માટે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. ભારતીય બોલર્સ - અર્શદીપ સિંહ (2-7), યુઝવેન્દ્ર ચહલ (1-4), કુલદીપ યાદવ (1-17), દીપક હૂડા (1-17), વોશિંગ્ટન સુંદર (1-17) અને હાર્દિક પાંડ્યા (1-25)એ શાનદાર પ્રદર્શન કરીને ન્યુઝીલેન્ડને 20 ઓવરમાં 99/8 સુધી સિમિત રાખ્યું હતું.
પડકારજનક પીચ પર નાના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા પણ 10.4 ઓવરમાં 50/3ના સ્કોર પર સમેટાયા બાદ મુશ્કેલીમાં મુકાઈ હતી. પરંતુ સૂર્યકુમાર યાદવે ફરી એક વખત તેનો ક્લાસ બતાવ્યો હતો. યાદવે નિર્ણાયક ઇનિંગ (31 બોલમાં અણનમ 26 રન) રમી હતી, વોશિંગ્ટન સુંદર (10) અને હાર્દિક પાંડ્યા (અણનમ 15)સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી અને આખરે છેલ્લી ઓવરમાં ભારત માટે વિજયી બાઉન્ડ્રી ફટકારી હતી.
મેચ પછીના પ્રેઝન્ટેશનમાં હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, "સાચું કહું તો તે આંચકો આપનાર પીચ હતી. અમે અત્યાર સુધીમાં જે બંને રમતો રમી છે. મને મુશ્કેલ વિકેટોથી કોઈ ફરક નથી પડતો. હું તેના માટે તૈયાર છું, પરંતુ આ બંને વિકેટ ટી-20 માટે નથી બની. ક્યાંક ને ક્યાંક ક્યુરેટર્સ અથવા અમે જે મેદાનોમાં રમવા જઈ રહ્યા છીએ, તેઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓ પીચ વહેલી તૈયાર કરે.