World Test Championship:ઈંગ્લેન્ડમાં કોહલી સિવાય તમામ ફેલ, રોહિતને એક જ મેચનો અનુભવ

World Test Championship:ઈંગ્લેન્ડમાં કોહલી સિવાય તમામ ફેલ, રોહિતને એક જ મેચનો અનુભવ

  • Share this:
    નવી દિલ્લી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઈનલ મેચ આવતા મહિને ન્યૂઝીલેન્ડ સામે (India vs New zealand) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઇનલ મેચ રમશે. આ મેચનું આયોજન ઈંગ્લેન્ડમાં થશે પરંતુ ઈંગ્લેન્ડમાં ભારતના બેટ્સમેનોનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ICC દ્વારા ટેસ્ટમાં લોકોની રૂચી રહે તે માટે 2019માં WTC શરૂ કરવામાં આવી હતી. વિરાટ કોહલી અને કેન વિલિયમ્સન બંન્ને આ ટ્રોફી જીતવાની આશા રાખશે. કેમ કે, બંન્નેએ અત્યાર સુધીમાં એક પણ ICC ટ્રોફી જીતી નથી.

    કેપ્ટન વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયામાં પસંદગી પામેલા બેટ્સમેન વિશે વાત કરવામાં આવે તો અન્ય તમામ બેટ્સમેન નિષ્ફળ ગયા છે. ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Shrma)ને ઇંગ્લેન્ડમાં એક જ ટેસ્ટ રમવાનો અનુભવ છે. આવી સ્થિતિમાં ભારતીય બેટ્સમેનો ફાઈનલમાં સંઘર્ષ કરતા જોવા મળી શકે છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડના બેટ્સમેનોનું પ્રદર્શન આપણા કરતા ઇંગ્લેન્ડમાં સારું છે.



    વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડમાં 10 ટેસ્ટમાં 20 ઇનિંગ્સમાં 36 ની એવરેજથી 727 રન બનાવ્યા છે. બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. અજિંક્ય રહાણેએ 20 ઇનિંગ્સમાં 29ની સરેરાશથી 556 રન બનાવ્યા છે. એક સદી અને 4 અડધી સદી ફટકારી છે. ચેતેશ્વર પૂજારાએ 18 ઇનિંગ્સમાં 29ની એવરેજથી 500 રન બનાવ્યા છે. એક સદી અને બે અડધી સદી ફટકારી હતી. કેએલ રાહુલે 10 ઇનિંગમાં 29ની એવરેજથી 299 રન બનાવ્યા છે. અને એક સદી ફટકારી છે.

    રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડની ટેસ્ટમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 10 ઇનિંગ્સમાં 31ની એવરેજથી 276 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી ફટકારી છે. આર અશ્વિને 6 ઇનિંગ્સમાં 26ની એવરેજથી 232 રન બનાવ્યા છે. જોકે તે એક પણ અડધી સદીની ઇનિંગ રમી શક્યો નથી. વિકેટકીપર ઋષભ પંતે 6 ઇનિંગ્સમાં 27ની એવરેજથી 162 રન બનાવ્યા છે. તેણે સદી પણ બનાવી છે. રોહિત શર્મા 2014માં અહીં એકમાત્ર ટેસ્ટ રમ્યો હતો. તે બે ઇનિંગ્સમાં માત્ર 34 રન બનાવી શક્યો હતો.

    ન્યુઝિલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરની વાત કરીએ તો તેણે ઇંગ્લેન્ડમાં 7 ટેસ્ટની 14 ઇનિંગ્સમાં 40ની એવરેજથી 523 રન બનાવ્યા છે. જેમાં તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. કેપ્ટન કેન વિલિયમ્સને 8 ઇનિંગ્સમાં 31ની એવરેજથી 247 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને અડધી સદીનો સમાવેશ થાય છે.
    Published by:kuldipsinh barot
    First published:May 11, 2021, 20:18 pm

    ટૉપ ન્યૂઝ