Home /News /sport /IND VS NZ: હાર્દિકની કપ્તાનીમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય, ધુરંધરો નહી, બોલર સૌથી સારું રમી ગયો

IND VS NZ: હાર્દિકની કપ્તાનીમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય, ધુરંધરો નહી, બોલર સૌથી સારું રમી ગયો

હાર્દિક પંડ્યા

IND VS NZ : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં ભારતનો 21 રને પરાજય થયો હતો. ધુરંધર ખેલાડીઓ ચાલ્યા નહોતા પણ ઓલરાઉન્ડર સુંદર ફિફ્ટી મારી ગયો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી  T20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો હતો. 177 રનના મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયા પહાડ જેવા ટાર્ગેટ સામે ઝૂકી ગઈ છે. માત્ર 15 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 68 રનની ભાગીદારી બની હતી. બંનેના આઉટ થયા બાદ ટીમ ફરી વિખરાઈ ગઈ.

આજે ત્રણ વન-ડેની સીરિઝમાં ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યા બાદ આત્મવિશ્વાસ સાથેની ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડને ટી-20 શ્રેણીમાં પરાસ્ત કરવાના ઇરાદે ધોનીના વતન ઝારખંડનાં રાંચીમાં પ્રથમ ટી-20 મેચથી મિશનની શરૂઆત કરી હતી પણ પ્રથમ ટી-20માં ભારતનો પરાજય થયો હતો.



ભારતીય ક્રિકેટ ટીમમાં હવે ટી-20 શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને સતત આરામ આપવામાં આવી રહ્યો છે, આ જ કારણ છે કે આ શ્રેણીમાં પણ આ સિનિયર ખેલાડીઓ નથી રમી રહ્યા અને તેઓના સ્થાને નવા ખેલાડીઓને સ્થાન મળી રહ્યું છે. જુનિયર ખેલાડીઓને આટલી મોટી તક મળવાના કારણે તેઓ માટે પણ મોટી સીરિઝ માટે પ્લેટફોર્મ બની રહ્યું છે. આ તમામ ખેલાડીઓ વર્લ્ડકપ અગાઉ પોતાનું બેસ્ટ પરફોર્મ કરીને ટીમમાં કાયમી સ્થાન બનાવવા પ્રયત્ન કરે તે દેખીતી વાત છે પણ આજે વોશિંગ્ટન સુંદર સિવાય કોઈ પણ ખેલાડી ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. અને ભારતે પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી કોનવે અને મિશેલે સરસ બેટિંગ કરી હતી. બંને ખેલાડીઓએ ફિફ્ટી મારી હતી અને ન્યૂઝીલેન્ડને એક સારા સ્કોર સુધી પહોંચાડયું હતું. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 47 રન અને વોશિંગ્ટન સુંદરે સારી બેટિંગ કરી હતી. બંનેએ 47 અને 50 રન અનુક્રમે બનાવ્યા હતા.

આ પણ વાંચો: પરિણીત બ્લેક ક્રિકેટર સાથે સંબંધથી અભિનેત્રી થઈ ગઈ પ્રેગ્નન્ટ, લગ્ન કરવાની ના પાડી દીધી તો...

કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો

આજે રાંચીમાં રામાઈ રહેલી પ્રથમ ટી-20 મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

" isDesktop="true" id="1328116" >

વોશિંગ્ટન સુંદર પર ભરોસો

મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્પિનર વોશિંગ્ટન સુંદર પર ભરોસો મુક્તા જેવી તેને બોલિંગ આપી એ ભેગા જ સુંદરે બે વિકેટ ઝડપી પાડી હતી. સુંદરે પાંચમી અને પોતની બીજી ઓવરમાં ચેપમેનનો એક શાનદાર કેચ ઝડપ્યો હતો જેના સોશ્યલ મીડિયામાં લોકોએ ખૂબ વખાણ કર્યા હતા.
First published:

विज्ञापन