Home /News /sport /Ind Vs Nz 1st ODI: પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું, બેટ્સમેનોની મહેનત પર બોલર્સે પાણી ફેરવ્યું

Ind Vs Nz 1st ODI: પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું, બેટ્સમેનોની મહેનત પર બોલર્સે પાણી ફેરવ્યું

ભારતનો 7 વિકેટે પરાજય

India vs New Zealand, 1st ODI Highlights: ભારત તરફથી કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા હતા અને બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

    આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ઑકલેન્ડના ઇડન પાર્કમાં રમાઈ હતી. જેમાં ભારતનો પરાજય થયો છે. મેચમાં ન્યુઝીલેંડના કેપ્ટન વિલિયમસને ટોસ જીત્યો હતો. ટોસ જીતીને તેણે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં ભારતનો સાત વિકેટે પરાજય થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમસન અને ટોમ લાથમે શાનદાર બેટિંગ કરતાં અનુક્રમે 94 અને 145 રન બનાવ્યા હતા જેના થકી ટીમ આસાનીથી જીતી ગઈ હતી.

    ભારત તરફથી કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા હતા અને બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.



    આજે બે ખેલાડીઓએ કર્યું ડેબ્યુ

    આજની મેચમાં કેપ્ટન શિખર ધવને બે નવા ખેલાડીઓને વન-ડે ક્રિકેટમાં ડેબ્યું કરાવ્યુ હતું. આ બે ખેલાડીઓ એટ્લે અર્શદીપ સિંઘ અને ઉમરાન માલિક. જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને આજે તેને તક મળી હતી. ઉમરાન IPL માં તેના શાનદાર પ્રદર્શનથી ચમક્યો હતો અને પસંદગીકારોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો.

    આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા માટે સુખદ સંકટ! ગબ્બર, ગીલ, શ્રેયસ અને સુંદર બધા જબરદસ્ત ફોર્મમાં, કોને રમાડવા? કોને નહીં

    ઋષભ પંત આજે પણ નિષ્ફળ

    જો કે ત્યાર બાદ શ્રેયસ ઐયર અને ઋષભ પંત બેટિંગમાં આવ્યા હતા અને તેમણે જ્વાબદારી સંભાળી હતી. જો કે ઋષભ પંત આજે પણ નિષ્ફળ ગયો હતો અને 23 બોલમાં માત્ર 15 આરએન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઋષભને ફર્ગ્યુસને બોલ્ડ કર્યો હતો અને ત્યાર બાદ ઇન ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગમાં આવ્યો હતો. તેણે અવતાવેંત જ પહેલા જ બોલે ચોગ્ગો ફટકાર્યો હતો અને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. પણ ત્યાર પછી માત્ર ચાર રનના સ્કોરે સૂર્યા પણ વિકેટની પાછળ કેચ આપી બેઠો હતો અને ફર્ગ્યુસનનો જ શિકાર બન્યો હતો.

    આ પણ વાંચો: સૂર્યકુમારને ખરીદવાની આપણી તાકાત નથી, પૈસા ખૂટી પડશે, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટરનું સૂર્યા અંગે નિવેદન

    ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઉમરાન મલિકને ટીમમાં નહોતો લીધો. ફાસ્ટ બોલિંગ થોડી નબળી લાગી રહી હતી ત્યારે જ ભારતીય ક્રિકેટ ફેંસમાં માંગ ઉઠી હતી કે ઉમરાનને ટીમમાં સ્થાન આપવામાં આવે. હવે ચાહકોની માંગ પૂરી થઈ ગઈ છે. અમુક બેટ્સમેન પણ સતત નિષ્ફળ જઇ રહ્યા છે ત્યારે સંજુ સેમસનને તક આપવા માટે માંગ કરવામાં આવી રહી હતી અને આજે તે પણ રમતો દેખાયો હતો. સંજુ સારી બેટિંગ કરી શક્યો હતો પણ ફિફ્ટી કે મોટો સ્કોર ઊભો કરવામાં નિષ્ફળ ગયો હતો અને 38 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો.   
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, India vs new zealand, Kane williamson

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन