શૈલેષ મકવાણા/અમદાવાદ: 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાનાર આગામી T-20 વર્લ્ડકપમાં કેવી હશે ટીમ ઈન્ડિયા(Team India) આ સવાલ તમામ ક્રિકેટ ચાહકોના મનમાં ચાલી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ઓવલમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ પુરી થયા બાદ BCCI ટ્વેન્ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમના 15 સભ્યોની જાહેરાત કરશે. વર્લ્ડકપ માટે ICCએ તમામ દેશોને પોતાની ટીમની જાહેરાત માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો કે BCCIની સિલેક્શન કમિટિને ટીમ પસંદગી માટે આ વખતે બહુ માથાપચ્ચી કરવી પડશે. કેમ કે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ ધરાવતી ટીમ ઈન્ડિયા પાસે એકથી એક ચઢીયાતા ક્રિકેટર્સ છે. અને તેમાથી અંતિમ 15માં સમાવેશ માટે ખેલાડીઓમાં રીતસરની રેસ લાગી છે.
કોહલી (Virat Kohli), રોહીત (Rohit Sharma), રાહુલ જેવા દિગ્ગજોતો છે જ પરંતુ હાલમાં જ શ્રીલંકામાં રમાયેલી ટ્વેન્ટી-20 સિરીઝમાં નવા નિશાળીયાઓએ પણ મજબૂત દાવેદારી નોંધાવી છે. આ સંજોગોમાં ટીમ પસંદગી માટે જ્યારે બેઠક મળશે ત્યારે આ બેઠક મેરેથોન બની રહેવાની પુરી સંભાવના છે. બેટ્સમેન હોય, વિકેટકીપર હોય, ઓલરાઉન્ડર હોય કે બોલર હોય ક્રિકેટના તમામ પાસાઓ માટે ભારત પાસે ધુંઆધાર ખેલાડીઓની ફોજ છે.
ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ માટે મજબૂત બેટ્સમેનોની હારમાળા છે.
રોહિત શર્મા
કે.એલ. રાહુલ
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
શ્રેયસ ઐયર
પૃથ્વી શૉ
શિખર ધવન
ટ્વેન્ટી-20ના ફટાફટ ફોર્મેટ માટે ભારત પાસે વિસ્ફોટક બેટ્સમેનોનું લાંબુ લિસ્ટ છે. જેમાંથી ઓપનર રોહિત શર્મા, કેપ્ટન કોહલી, કે.એલ રાહુલનું સ્થાન નિશ્ચિત છે. આ ઉપરાંત અનુભવી શિખર ધવન, અને આક્રમક યુવા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને પૃથ્વી શૉને વર્લ્ડકપની ટિકિટ મળી શકે છે.
ભરાતીય ટીમમાં ટી-20 માટે બે સૌથી શ્રેષ્ટ ઓલરાઉન્ડરો છે.
હાર્દિક પંડ્યા
કૃણાલ પંડ્યા
રવીન્દ્ર જાડેજા
T-20 જેવા ટૂંકા ફોર્મેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ખુબ જ મહત્વની હોય છે. ઓલરાઉન્ડરની એકાદ સ્ફોટક ઈંનિંગ અથવા ખરા સમયે સારો સ્પેલ ટીમ માટે જીતની જડીબુટ્ટી સમાન સાબિત થયો હોય છે. ભારત પાસે ઓલરાઉન્ડર તરીકે હાર્દિક અને કૃણાલ પંડ્યા ઉપરાંત સારા ફોર્મમાં ચાલી રહેલા રવીન્દ્ર જાડેજાનો વિકલ્પ છે. જો કે આ ત્રણમાંથી કોઈ બે ખેલાડીઓને અંતિમ 15માં સ્થાન મળી શકે છે.
પેસર બોલર તરીકે બુમરાહ અને સમી ટીમમાં સ્થાન મેળવી શકે છે.
દુબઈની પીચ પર સ્પિનર્સની હંમેશા બોલબાલા રહી છે. ત્યારે ફીરકી બોલર યુઝવેન્દ્ર ચહલ, ટ્વેન્ટી-20 સ્પેશિયાલિસ્ટ વોશિંગ્ટન સુંદર અને મિસ્ટ્રી બોલર વરુણ ચક્રવર્તી વર્લ્ડકપ માટે મુખ્ય દાવેદાર છે. આ ઉપરાંત લેગબ્રેક બોલર રાહુલ ચહર અંગે પણ સિલેક્ટર્સ વિચારી શકે છે. આમ, વર્લ્ડકપ માટે અંતિમ 15 ખેલાડીઓની ટીમ પસંદગી માટે BCCIની સિલેક્શન કમિટિને સૌથી મજબૂત ટીમ મેદાને ઉતારવા માટે ઘણા વિકલ્પ મળી રહેશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર