Home /News /sport /

Commonwealth games 2022 : 19 વર્ષીય જેરેમી લાલરિનુંગાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો, ભારત માટે આ બીજુ ગોલ્ડ મેડલ

Commonwealth games 2022 : 19 વર્ષીય જેરેમી લાલરિનુંગાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો, ભારત માટે આ બીજુ ગોલ્ડ મેડલ

જેરેમી લાલરિનુંગા

Commonwealth games 2022 : ભારતના યુવા વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ પુરુષોની 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 5મો મેડલ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. જેરેમી પહેલા મીરાબાનુ ચાનુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

વધુ જુઓ ...
    Commonwealth games 2022 : કોમનવેલ્થ ગેમ્સ(common wealth games) 2022માં ભારતીય યુવા વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ ઇતિહાસ રચી દીધો છે. 19 વર્ષીય વેઈટલિફ્ટરે પુરુષોની 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ(Gold medal) જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. કોમનવેલ્થ ગેમ્સમાં 300 કિગ્રા (140+160 કિગ્રા) વજન ઉઠાવવાનો લાલરિનુંગાનો પ્રયાસ સુવર્ણ(Gold) જીતવામાં સફળ રહ્યો હતો. જેરેમીએ ચાર વર્ષમાં ત્રીજી વખત ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે. 2018 યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ(Gold) મેડલ ઉપરાંત તેણે ગયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. હવે તેની પાસેથી પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ(Gold) મેડલ જીતવાની આશા છે.

    જેરેમીએ સમોઆના વાઈપાવા નીવો ઈયોન 293kg (127kg અને 166kg) અને નાઈજીરીયાના ઈડીડીયોંગ જોસેફ ઉમોઆફિયા 290kg (130kg અને 160kg)ને હરાવ્યા, જેમણે અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા. આઈઝોલના 19 વર્ષીય જેરેમીનો કોમનવેલ્થ ગેમ્સમાં સ્નેચ (140 કિગ્રા) અને કુલ વજન (300 કિગ્રા)નો રેકોર્ડ છે. આ દરમિયાન, તે ઘાયલ થતા પણ બચ્યો હતો કારણ કે તે ક્લીન અને જર્કના પ્રયાસો દરમિયાન બે વખત ખૂબ પીડામાં જોવા મળ્યો હતો.

    જેરેમીએ સ્નેચના બીજા પ્રયાસમાં 140 કિગ્રા ઉપાડીને તેના નજીકના હરીફ ઈડીડીયૉન્ગ પર 10 કિગ્રાની જંગી લીડ બનાવી. તેણે 136 કિલોગ્રામના પ્રયાસ સાથે શરૂઆત કરી.
    જેરેમીએ તેના છેલ્લા પ્રયાસમાં 143 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો.

    ક્લીન અને જર્કમાં 2021 કોમનવેલ્થ ગેમ્સના વિજેતા જેરેમીએ 154 કિગ્રાની લિફ્ટથી શરૂઆત કરી અને બીજા પ્રયાસમાં 160 કિગ્રા વજન ઉપાડ્યું. તે તેના છેલ્લા પ્રયાસમાં 165 કિલો વજન ઉઠાવી શક્યો નહોતો. રાષ્ટ્રીય કક્ષાના બોક્સર લાલનેહતલુઆંગાના પુત્ર જેરેમીએ પણ બોક્સિંગમાં હાથ અજમાવ્યો હતો પરંતુ તે વેઈટલિફ્ટિંગમાં જોડાયો હતો કારણ કે તેને સફળ થવા માટે માત્ર તાકાતની જરૂર હતી, જેના કારણે તે તેની તરફ આકર્ષાયો હતો. પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું અને હવે તિરંગાની પણ શાન વધારી.

    કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે 5મો મેડલ જીત્યો :
    ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા છે અને તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જેરેમી લાલરિનુંગા પહેલા 30 જુલાઈ (શનિવાર), સંકેત મહાદેવ સરગરે પુરુષોની 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જે બાદ ગુરુરાજા પૂજારીએ 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    વેઈટલિફ્ટિંગમાં ભારત બીજા ક્રમે :
    ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંદિયારાની દેવીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ 130મો મેડલ છે. માત્ર ઓસ્ટ્રેલિયાએ ભારત કરતાં વધુ મેડલ જીત્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Sport

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन