Home /News /sport /

અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બાકી રહેલી ત્રણ ટી-20 મેચો દર્શકો વગર રમાશે

અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બાકી રહેલી ત્રણ ટી-20 મેચો દર્શકો વગર રમાશે

તસવીર - બીસીસીઆઈ

ત્રીજી ટી-20 મેચમાં કોઈ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આવવામાં આવશે નહીં, રાજ્યમાં કોરોનાનો કહેર વધતા જીસીએ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી રમાઇ રહી છે. મંગળવારે 16 માર્ચે ત્રીજી ટી-20માં રમાવાની છે. આ મેચ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.  હવે બાકી બચેલી ત્રણ ટી-20 મેચમાં દર્શકો વગર રમાડવામાં આવશે. એટલે કે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. કોઈ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આવવામાં આવશે નહીં. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા જીસીએ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે જીસીએદ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે જીસીએ દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચા વિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ 16, 18 અને 20 માર્ચ, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે. ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે.આ પણ વાંચો - અમદાવાદ : કોરોના કેસ વધતા એએમસીનો મોટો નિર્ણય, આ આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે પ્રથમ બે ટી-20 મેચમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાંચ મેચની શ્રેણી હાલ 1-1થી બરાબરી પર છે.

સોમવારે રાજ્યમાં કુલ 890 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 590 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 262, અમદાવાદમાં 209, રાજકોટમાં 95, વડોદરામાં 93, ભરૂચમાં 31, ખેડામાં 23, દાહોદમાં 15, આણંદ 14, નર્મદામાં 17, પંચમહાલમાં 14, જામનગરમાં 14, ભાવનગરમાં 12, ગાંધીનગરમાં 18, કચ્છ, મહેસાણામાં 10-10, મહીસાગરમાં 8, સાબરકાંઠામાં 9, અમરેલીમાં 6, જૂનાગઢમાં 9, પાટણમાં 5, ગીર સોમનાથમાં 4, મોરબી, સુરેન્દ્રનગરમાં 4-4, નવસારી અને તાપીમાં 2-2, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં 1-1 એમ કુલ 890 કેસ નોંધાયા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: England, India England T20 Series, India-england, T20 series, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन