VIDEO: ઋષભ પંતે આર્ચરના બોલ પર પર મારી સિક્સર, તમે જોયો કે નહીં આ વાયરલ રિવર્સ શોટ

VIDEO: ઋષભ પંતે આર્ચરના બોલ પર પર મારી સિક્સર, તમે જોયો કે નહીં આ વાયરલ રિવર્સ શોટ
ઈન્ગલેન્ડનાં પૂર્વ દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસને સોશિયલ મીડિયા પર લખ્યું, 'પંતે અત્યાર સુધીનો સૌથી મહાન શોટ માર્યો છે.'

ઈન્ગલેન્ડનાં પૂર્વ દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસને સોશિયલ મીડિયા પર લખ્યું, 'પંતે અત્યાર સુધીનો સૌથી મહાન શોટ માર્યો છે.'

  • Share this:
    પહેલી ટી-20 (India vs England) મેચમાં ઋષભ પંતે (Rishabh pant) રિવર્સ શોટ પર એક જોરદાર સિક્સ મારી હતી. તેમનો આ શોટ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સથી લઇને મોટા ખેલાડીઓ આ શોટની પ્રસંશા કરતા થાકતા નથી. મેચની ચોથી ઓવરમાં જોફ્રા આર્ચર બોલિંગ કરી રહ્યા હતા. પાંચમી બોલમાં પંતે રિવર્સ શોટ મારીને સિક્સ મારી. આ પહેલા પંતે એન્ડરસનની બોલ પર પણ રિવર્સ શોટ મારીને શાનદાર ચોગ્ગો માર્યો હતો. જોકે, પહેલી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયા હારી ગયું છે.

    ઈન્ગલેન્ડનાં પૂર્વ દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસને સોશિયલ મીડિયા પર લખ્યું, 'પંતે અત્યાર સુધીનો સૌથી મહાન શોટ માર્યો છે. નવા બોલથી બોલિંગ કરી રહેલા આર્ચરની 90 માઇલ્સ પ્રતિ કલાકની સ્પીડવાળી બોલ પર રિવર્સ સ્વીપથી સિક્સર.'





    સેલવાસ: પાડોશીએ ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખી, આઘાતમાં પિતાનો આપઘાત

    ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી વસીમ જાફરે લખ્યુ કે, રિવર્સ લૈપ પર એન્ડરસનની બોલ પર ચોગ્ગો અને રિવર્સ લેપ પર આર્ચરની બોલ પર છક્કો. આ ઋષભ પંતની દુનિયા છે. અમે માત્ર આમા જીવી રહ્યાં છે.'



    મહત્ત્વનું છે કે, ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 124 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. શ્રેણીની બીજી ટી-20 મેચ 14 માર્ચે રમાશે.
    Published by:Kaushal Pancholi
    First published:March 13, 2021, 10:23 am

    ટૉપ ન્યૂઝ