IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટકરાવનો જૂનો ઇતિહાસ, એશિઝથી મોટી થઈ શકે છે ટેસ્ટ શ્રેણી

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટકરાવનો જૂનો ઇતિહાસ, એશિઝથી મોટી થઈ શકે છે ટેસ્ટ શ્રેણી
ભારત પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડ (1932) સામે રમ્યું હતું. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ જીત 1951-52માં મળી હતી. 1971માં ઓવલના મેદાનમાં ઇંગ્લેન્ડને હરાવ્યા પછી ભારતને આ રમતમાં એક મોટી તાકાતના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી

ભારત પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડ (1932) સામે રમ્યું હતું. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ જીત 1951-52માં મળી હતી. 1971માં ઓવલના મેદાનમાં ઇંગ્લેન્ડને હરાવ્યા પછી ભારતને આ રમતમાં એક મોટી તાકાતના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી

 • Share this:
  અયાઝ મેમણ

  નવી દિલ્હી : આપણો દેશ ઘણા બધા મુદ્દા પર વહેચાયેલો છે પણ ઓસ્ટ્રેલિયા સામે મોટી જીતે એકજુટ કરી દીધા છે. બ્રિસબેનમાં મળેલી યાદગાર જીતને ઘણા દિવસ પસાર થઈ ગયા છે છતા આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે. કોઈપણ વ્યક્તિ જીતના આ પ્રભાવનો જાહેરાતો અને સોશિયલ મીડિયામાં અનુભવ કરી શકાય છે. દરેક સમાજમાં આ ચર્ચાનો વિષય છે. ક્રિકેટ જ મુખ્ય મુદ્દો છે. જે લોકો ભારતને નથી જાણતા તેમના માટે આ અસ્વભાવિક છે પણ ભારત માટે આ સામાન્ય છે. ક્રિકેટ ક્યારે ખતમ ના થનાર પેશન છે. જ્યારે ટીમ જીતે છે તો ક્રિકેટનો ક્રેઝ ચરમ પર રહે છે. બાકી બધી વસ્તુઓ પાછળ હટી જાય છે.  હું હાલમાં જ લોકોના એક સમૂહનો હિસ્સો હતો જ્યાં આગામી બજેટને લઈને ચર્ચા થઈ રહી છે. જોકે ત્યાં લોકોનો મૂડ ઝડપથી બદલી ગયો. ઓછામાં ઓછા અડધો સમય સુધી લોકોએ ઓસ્ટ્રેલિયામાં મળેલી અપ્રત્યાશિત અને અસાધારણ જીત, અમીર અને યુવા ભારતીય પ્રતિભાનો ઉદય, ચેન્નઈમાં ઇંગ્લેન્ડ સામે રમાનાર પ્રથમ ટેસ્ટ પર વાત કરી.

  ક્રિકેટ પ્રતિદ્વદ્વિતાના મામલામાં ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી હાલ એશિઝથી ઘણી પાછળ છે. ભારત-ઇંગ્લેન્ડ સંબંધોની આકર્ષક અને સમૃદ્ધ રાજનીતિક-સામાજિક-સાંસ્કૃતિક વિરાસતના દુર્ભાગ્યથી ક્રિકેટમાં આ હદ સુધી દોહન થયું નથી, જેટલું થઇ શકતું હતું.

  ભારત અને ઇંગ્લેન્ડ સાથે જોડાયેલ કેટલાક મહત્વપૂર્ણ પહેલું

  - ભારત કેટલીક શતાબ્દીયો સુધી એક બ્રિટિશ ઉપનિવેશ હતો. ભારતમાં અંગ્રેજો દ્વારા મનોરંજનના રૂપમાં ક્રિકેટને રજુ કરવામાં આવી હતી. ભારતમાં ક્રિકેટનો પ્રસાર ધીમી ગતિથી શરૂ થયો પણ એક વખત સ્થાનિય લોકોએ રમતના કૌશલ વિકસિત કરવાનું શરૂ કરી દીધું તો તે ઝડપથી ફેલાઇ.

  - સામાજિક-રાજનીતિક દ્રષ્ટિકોણથી ભારતીયોએ શરૂઆતમાં મનોરંજનના બદલે સામાજિક ગતિશીલતા માટે ક્રિકેટ અપવાની અને પોતાના ઔપનિવેશક ગુરુઓ સામે તેને સાબિત પણ કર્યું. ફિલ્મ લગાનમાં એ બતાવવામાં આવ્યું કે તે તેમની બરાબર થઈ શકે છે.

  આ પણ વાંચો - ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે હવે પાસ કરવો પડશે નવો ફિટનેસ ટેસ્ટ, BCCIનો મોટો નિર્ણય

  - ભારતે પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડ (1932) સામે રમ્યું હતું. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ જીત 1951-52માં મળી હતી. 1971માં ઓવલના મેદાનમાં ઇંગ્લેન્ડને હરાવ્યા પછી ભારતને આ રમતમાં એક મોટી તાકાતના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી

  - આ એક ઐતિહાસિક જીતી હતી. તે પહેલા ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે ભારતમાં બી ટીમ મોકલતું હતું. ઇંગ્લેન્ડ ક્રિકેટના મહાન ખેલાડી ટ્રૂમેન અને ગ્રેવેની જેવા પ્લેયરે ક્યારેય ભારતનો પ્રવાસ કર્યો ન હતો. 1976 પછી સર્વશ્રેષ્ઠ અંગ્રેજી ખેલાડીઓને પોતાને ઉપલબ્ધ કરાવ્યા છે.

  - 1983માં વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે મળેલી જીત ક્રિકેટમાં મોટા ફેરફારનું કારણ બન્યું. લોર્ડ્સમાં ફાઇનલ માટે બીસીસીઆઈના વરિષ્ઠ પ્રશાસકોને અતિરિક્ત પાસથી વંચિત કરી દીધા હતા. આ પછી તેમણે વૈશ્વિક પ્રશાસનમાં યથાસ્થિતિને પડકાર આપ્યો. ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડના એકાધિકારને તોડ્યો હતો અને 1987માં ભારતને વર્લ્ડ કપની યજમાની અપાવી હતી.

  - આ સદીમાં વિશેષ રૂપથી આઈપીએલના અસ્તિત્વ આવ્યા પછી ભારત ક્રિકેટનું ‘અલ ડોરાડો’બની ગયું છે. લીગમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓને મંજૂરી આપવામાં અનિચ્છુક ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિદ્રોહની આશંકાને જોતા પોતાના ઘરેલું સત્રમાં ફેરફાર કરી દીધો જેથી ખેલાડીઓ આઈપીએલમાં સત્રના મોટા હિસ્સામાં ભાગ લેવા જઈ શકે.

  આવા ઉદાહરણ જે દર્શકોને બતાવી શકાય છે. જે બંને દેશોની ક્રિકેટ પ્રતિસ્પર્ધાને મજબૂત કરે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટના ડાયનેમિક્સ ઝડપથી બદલી રહ્યું છે. પહેલા થી જ ભારત વિ. ઓસ્ટ્રેલિયા એશિઝની જેમ પ્રતિષ્ઠિત સ્પર્ધા રહી છે. ભારત અને પાકિસ્તાન એશિઝથી પણ મોટી છે અને ભારત વિ. ઇંગ્લેન્ડ આ સ્થાનને ભરવા માટે ઉપલબ્ધ છે.

  હાલમાં ભારત જ્યારે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર રગદોળી રહ્યું હતું ત્યારે ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકા સામે બંને ટેસ્ટ મેચ શાનદાર અંતરથી જીત્યું હતું. દુનિયાએ ભારતની શાનદાર જીતની પ્રશંસા કરી હતી. ઓસ્ટ્રેલિયાને તેની જમીન પર હરાવવું ઘણું મુશ્કેલ છે. બ્રિસબેનના મેદાનમાં ઓસ્ટ્રેલિયાનો 1988 પછી પ્રથમ વખત પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયા સામે જીતથી ઉત્સાહિત ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે કેપ્ટન વિરાટ કોહલી અને ઇશાંત શર્માની વાપસીથી વધારે મજબૂત થશે. જોકે રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી ટીમનો ભાગ નહીં હોય. જોકે ઘર પર રમવાનો ફાયદો છે. ગત વખતે જ્યારે ઇંગ્લેન્ડે ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે તેનો પાંચ ટેસ્ટની શ્રેણીમાં 0-4થી પરાજય થયો હતો.

  શ્રીલંકા સામે કોઈ સંદેહ વગર જો રુટનું પ્રદર્શન અસાધારણ હતું. કેપ્ટનના રૂપમાં તે આક્રમક અને નિર્ણાયક હતો અને બેટ્સમેનના રૂપમાં શાનદાર. બંને ટેસ્ટમાં તેની સદીએ શ્રીલંકાને પરાજયથી બચવાની કોઈ તક આપી ન હતી. તેણે સ્ટિવ સ્મિથ, કેન વિલિયમસન અને વિરાટ કોહલીને એક રિમાઇન્ડર મોકલ્યું છે કે તે બેટ્સમેનની વર્ચસ્વની દોડમાંથી બહાર નથી!

  શ્રીલંકામાં ઇંગ્લેન્ડની ટીમ બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર વગર ગઈ હતી. ટીમ બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરની હાજરથી વધારે મજબૂત થશે. આ ટીમ ઇન્ડિયા માટે ખતરાની ઘંટી હશે. આ શ્રેણીની પૃષ્ટભૂમિમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે, જેમાં ભારત પાસે સૌથી સારા પોઇન્ટ છે. જો તે અહીં શાનદાર જીત મેળવે તો ઇંગ્લેન્ડ પાસે પણ ફાઇનલમાં પહોંચવાની એક મજબૂત તક છે.

  (લેખક વરિષ્ઠ પત્રકાર અને કોમેન્ટેટર છે. દેશ-વિદેશના અખબાર અને પત્રિકાઓમાં કોલમ લખે છે. આ લેખકના અંગત વિચાર છે.)
  Published by:Ashish Goyal
  First published:January 29, 2021, 17:27 pm

  ટૉપ ન્યૂઝ