ભારતીય પુરૂષ ટેબલ ટેનિસ ટીમે 21મી રાષ્ટ્રીય મંડળ રમતમાં નાઈઝિરીયાને 3-0થી પરાસ્ત કરી આ રમતમાં ટીમ સ્પર્ધામાં ક્લીન સ્વીપ કર્યું. ભારતીય મહિલા ટીમે કાલે સિંગાપુરને હરાવી ગોલ્ડ પદક પોતાના નામે કર્યો છે. પુરૂષ ટીમે પણ આજે સેમિફાઈનલમાં સિંગાપુરને 3-2થી હરાવ્યું.
મહિલા અને પુરૂષ બંને ટીમને મળ્યો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસને શામેલ કરવામાં આવ્યા બાદ પહેલીવાર જ્યારે ભારતે મહિલા અને પુરૂષ બંને વર્ગની ટીમે ગોલ્ડ પદક જીત્યો છે. ટેબલ ટેનિસમાં વ્યક્તિગત અને ડબલ્સ મુકાબલો હજુ બાકી છે, અને એવામાં ટીમ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી બારતીય ખેલાડીઓએ વધારે પદક જીતવાની આશા જગાડી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે ગ્લાસગોમાં 2014માં રમવામાં આવેલ રમતોમાં ટેબલ ટેનિસમાં દેશને માત્ર એક પદક મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ટીમે પણ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમે સિંગાપુરની ટીમને ફાઈનલમાં 3-1થી હરાવી વિજય મેળવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પહેલીવાર ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો છે. સિંગાપુર સામે ટીમ ઈન્ડિયા હંમેશા પરાસ્ત થતી જોવા મળી છે, પરંતુ આ વખતે મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચ્યો છે. મહિલા ટેબલ ટેનિસ ટીમ ઈવેંટમાં મોનિકા બત્રાએ 2 મેચ જીતી છે. જ્યારે મધુરિકા પાટકર અને માઉમા દાસે પણ 1-1થી મેચ જીતી ટીમ ઈન્ડિયાને ગોલ્ડ અપાવ્યો છે. આ જીત સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં 7 ગોલ્ડ મેડલ આવી ગયા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર