ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારત-પાકિસ્તાન ટકરાશે, આવો છે ICCનો પ્લાન!

News18 Gujarati
Updated: October 16, 2019, 3:47 PM IST
ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારત-પાકિસ્તાન ટકરાશે, આવો છે ICCનો પ્લાન!
ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારત-પાકિસ્તાન ટકરાશે, આવો છે ICCનો પ્લાન!

ટી-20 વર્લ્ડ કપને સુપરહીટ બનાવવા માટે આઈસીસી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની યોજના ઉપર કામ કરી રહ્યું છે

  • Share this:
ક્રિકેટના મેદાન ઉપર ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)વચ્ચે જ્યારે પણ મુકાબલો થાય છે ત્યારે આખી દુનિયાની નજર તેની ઉપર રહે છે. બંને દેશોની ટક્કર વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં થઈ રહી હોય તો પ્રશંસકો વધારે જોશ અને ઝનૂનમાં આવી જાય છે. આ વાત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ જાણે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપને સુપરહીટ બનાવવા માટે આઈસીસી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની યોજના ઉપર કામ કરી રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વૉર્મઅપ મેચમાં ટકરાશે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2020 (ICC T20 World Cup 2020) પહેલા ભારત અને પાકિસ્તાન વૉર્મઅપ મેચમાં ટકરાઇ શકે છે. ટી-20 વર્લ્ડ કપને સુપરહીટ કરાવવા માટે આઈસીસી આ આઈડિયા ઉપર કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ બે વર્ષ પહેલા જ જાહેર થઈ ગયો છે. જેમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમો અલગ-અલગ ગ્રૂપમાં છે. પાકિસ્તાનની ટીમ ગ્રૂપ 1 માં છે તો ટીમ ઇન્ડિયા ગ્રૂપ 2 માં છે. એમા બની શકે કે વર્લ્ડ કપમાં આ બંને ટીમોનો મુકાબલા ના થાય. જેથી આઈસીસી વૉર્મઅપ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટકરાય તેવી યોજના બનાવી રહ્યું છે.

આ પણ વાંચો - શું ગાંગુલી BCCI અધ્યક્ષ બનતા ખતરામાં છે રવિ શાસ્ત્રીની ખુરશી?

ભારત અને પાકિસ્તાનની ટીમ આઈસીસી ટૂર્નામેન્ટમાં 2012થી એક ગ્રૂપમાં રહી નથી. 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન આધારે રમાયો હતો તેથી બંને ટીમોની ટક્કર જોવા મળી હતી. 2009ના ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાનની ટીમ વૉર્મઅપ મેચમાં ટકરાઈ હતી. જેમાં ભારતનો વિજય થયો હતો. જોકે આઈસીસીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વૉર્મઅપ મેચ કરાવવા માંગે છે. જોકે આ વિશે હજુ સુધી બીસીસીઆઈ સાથે કોઈ વાત કરી નથી.
First published: October 16, 2019, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading