શિખર ધવન 2 રન બનાવી કોટરેલનો શિકાર બન્યો હતો. રોહિત શર્મા અને વિરાટે બીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ 18 રન બનાવી આઉટ થયો હતો. પંત 20 રન બનાવી બ્રેથવેટનો શિકાર બન્યો હતો.
વિરાટ કોહલીએ 112 બોલમાં 10 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી હતી. વિરાટે વન-ડે કારકિર્દીની 42મી સદી ફટકારી હતી. સદી ફટકાર્યા પછી તે વધારે ટકી શક્યો ન હતો અને 120 રને આઉટ થયો હતો. કોહલી અને ઐયરે ચોથી વિકેટ માટે 125 રનની ભાગીદારી નોંધાવી હતી. ઐયરે શાનદાર બેટિંગ કરતા 68 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 71 રન બનાવ્યા હતા.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી.
ક્રિસ ગેઈલની 300મી વન-ડે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલની આજે 300મી વન-ડે છે. આ સાથે જ તે વેસ્ટ ઇન્ડીઝ તરફથી સૌથી વધારે વન-ડે મેચ રમનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાના નામે 299 વન-ડે મેચ રમવાનો રેકોર્ડ હતો.
બંને ટીમો આ પ્રકારે છે ભારત - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, રિષભ પંત, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ.