Home /News /sport /CWG 2018: મિક્સ્ડ ટીમ બેડમિંટનમાં ભારતે પહેલીવાર જીત્યો ગોલ્ડ મેડલ

CWG 2018: મિક્સ્ડ ટીમ બેડમિંટનમાં ભારતે પહેલીવાર જીત્યો ગોલ્ડ મેડલ

    ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બેડમિંટન ટીમે ઈતિહાસ રચ્યો છે. મિક્સ્ડ ટીમ બેડમિંટનમાં ભારતે પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં ભારતીય ટીમે મલેશિયાને 3-1થી હરાવી ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે. સાઈનાએ ચોથી મેચમાં મલેશિયાની ખેલાડીને 21-11, 19-21 અને 21-9થી હરાવી છે. ભારતનો કોમનવેલ્થમાં આ દસમો ગોલ્ડ મેડલ છે.

    આવી રીતે જીત્યો ગોલ્ડ - ભારતને ગોલ્ડ મેડલ જીતાડવાની શરૂઆત કરી રેનકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાએ, જેમણે ડબલ્સમાં પેંગ સૂલ ચાન અને લિયૂ ચિંગ ગોહને 21-14, 15-21, 21-15થી હરાવ્યા હતા. ત્યારબાદ શ્રીકાંતે ઓલમ્પિક સિલ્વર મેડલિસ્ટ લી ચોંગ વેઈને 21-17, 21-14થી હરાવી તમામ લોકોને હેરાન કરી દીધા. આ લી ચોંગ સામે શ્રીકાંતની પહેલી જીત હતી. ત્યારબાદ સાયના નેહવાલે ચોથી મેચમાં મલેશિયાની ખેલાડી સોનિયાને 21-11, 19-21 અને 21-9થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવી દીધો.

    પુરૂષ ટેબલ ટેનિસ ટીમે પણ ગોલ્ડ મેળવ્યો
    ભારતીય પુરૂષ ટેબલ ટેનિસ ટીમે 21મી કોમનવેલ્થ ગેમ્સમાં નાઈજિરીયાને 3-0થી પચાડી આ રમતની ટીમ સ્પર્ધામાં ક્લીન સ્વીપ કર્યું. ભારતીય મહિલા ટીમે કાલે સિંગાપુરને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પુરૂષ ટીમે પણ આજે સેમિફાઈનલમાં સિંગાપુરને એક નજીકના મુકાબલામાં 3-2થી હરાવ્યું.

    ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ટીમે પણ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમે સિંગાપુરની ટીમને ફાઈનલમાં 3-1થી હરાવી વિજય મેળવ્યો હતો.

    તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પહેલીવાર ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો છે. સિંગાપુર સામે ટીમ ઈન્ડિયા હંમેશા પરાસ્ત થતી જોવા મળી છે, પરંતુ આ વખતે મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચ્યો છે. મહિલા ટેબલ ટેનિસ ટીમ ઈવેંટમાં મોનિકા બત્રાએ 2 મેચ જીતી છે. જ્યારે મધુરિકા પાટકર અને માઉમા દાસે પણ 1-1થી મેચ જીતી ટીમ ઈન્ડિયાને ગોલ્ડ અપાવ્યો છે. આ જીત સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં 10 ગોલ્ડ મેડલ આવી ગયા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Beat, Gold Medal, Malaysia, Win, ભારત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन