એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતે જાપાનને હરાવીને જીતની હેટ્રીક લગાવી

ભારતીય હોકી ટીમ

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે.

 • Share this:
  ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. એશિયનમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીતનાર જાપાનને રવિવારે મોડી રાત્રે થયેલા મુકાબલામાં 9-0થી હરાવીને ભારતીય હોકી ટીમે સતત ત્રીજી જીત નોંધાવી હતી.

  ભારત તરફથી રમતા લલિત ઉપાધ્યાએ ચોથી અને 45મી મિનિટમાં હરમનપ્રીત સિંહે આઠમો, 17મી વિકેટ અને 21મી મિનિટમાં, આકાશદીપ સિંહે 35મી મિનિટમાં, કોઠાજીત સિંહે 42મી મિનિટમાં અને મનદીપ સિંહે 49મી અને 57મી મિનિટમાં ગોલ લગાવ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે, ભારતના મસ્કટમાં એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં શનિવારે પાકિસ્તાને 3-1થી હાર આપી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની સતત બીજી જીત છે. ભારતે આ વર્ષે શરૂમાં ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનમાં 4-0થી હરાવ્યું હતું.

  આપ વિગતે વાંચો 

  ભારતે હોકીમાં પાકિસ્તાનને 3-1થી આપી કારમી હાર

  ભારતે જકાર્તામાં એશિયાઇ રમતોમાં પમ પાકિસ્તાનને 2-1થી પરાજીત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના મોહમ્મદ જૂનિયરના ગોલની મદદથી ભારત ઉપર શરૂઆતમાં દબાણ ઊંભુ કર્યું હતું.

  પરંતુ ભારતે બીજા ક્વાર્ટરમાં મેચમાં વાપસી કરી હતી. અને 24મી મિનિટમાં બરોબરી કરી હતી. 33મી મિનિટમાં બીજો ગોલ કરતા ભારત પાકિસ્તાનનથી આગળ વધી ગયું હતું.

  42મી મિનિટમાં દિલપ્રીત સિંહે મેદાની ગોલ બનાવીને ભારત ને વધુ એક ગોલ અપાવ્યો હતો. આમ પાકિસ્તાન ઉપર ભારતે 3-1થી શાનદાર જીત મેળવી હતી. ભારતનો આગામી મુકાબલો જાપાન સાથે થશે.
  Published by:ankit patel
  First published: