T20 World Cup : ભારતની વિજયી શરુઆત, ચાર વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

T20 World Cup : ભારતની વિજયી શરુઆત, ચાર વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
તસવીર - બીસીસીઆઈ

મહિલા ટી-20 વર્લ્ડ કપ - 4 વિકેટ ઝડપનાર પૂનમ યાદવ પ્લેયર ઓફ ધ મેચ

  • Share this:
    સિડની : મહિલા ટી-20 વર્લ્ડ કપ (Womens T20 World Cup)માં ભારતીય મહિલા ટીમે શાનદાર શરુઆત કરતા વિજયી પ્રારંભ કર્યો છે. ભારતે ચાર વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે 17 રને વિજય મેળવ્યો હતો. ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 132 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.5 ઓવરમાં 15 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી દિપ્તી શર્માએ સૌથી વધારે 49 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પૂનમ યાદવે 4 વિકેટ ઝડપી હતી. પૂનમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. આ જીત સાથે ભારતને 2 પોઇન્ટ મળ્યા છે.

    ભારતનો 132 રનનો સ્કોર ઓસ્ટ્રેલિયા માટે આસાન જણાતો હતો. ખાસ કરીને એલિસા હિલીએ આક્રમક અડધી સદી ફટકારી મેચ ઓસ્ટ્રેલિયા તરફી બનાવી હતી. હિલીએ 35 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 51 રન બનાવ્યા હતા. જોકે આ પછી પૂનમ યાદવ ત્રાટકી હતી. તેણે હિલીને આઉટ કરી હતી. બીજી ઓવરમાં પૂનમે બે બોલમાં રેચેલ હેન્સ અને એલિસા પેરીને આઉટ કરી હતી. આ ઓવરમાં તેણે ફક્ત 5 રન આપ્યા હતા. ત્રીજી ઓવરમાં પૂનમે જેસા જોનાસેનને આઉટ કરી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા મેચમાં પાછું ફરી શક્યું ન હતું. હિલી સિવાય ગાર્ડનર (34) જ ડબલ ફિગરના આંક સુધી પહોંચી શકી હતી. પૂનમે 4 ઓવરમાં 19 રન આપી 4 વિકેટ ઝડપી હતી. શિખા પાંડેએ 3 અને ગાયકવાડે 1 વિકેટ ઝડપી હતી.



    આ પણ વાંચો - રૈનાના દિલમાં આ અભિનેત્રી કરતી હતી રાજ, કોલેજના દિવસોમાં ડેટ પર લઇ જવા માંગતો હતો

    ભારત તરફથી દિપ્તી શર્માએ 49, શેફાલી વર્માએ 29, જેમિમા રોડ્રીગ્સે 26 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 2 રને આઉટ થઈ હતી.
    Published by:Ashish Goyal
    First published:February 21, 2020, 17:05 pm

    ટૉપ ન્યૂઝ