Home /News /sport /IND vs BAN : શાખનો સવાલ! બાંગ્લાદેશ સામે બબ્બે વન-ડે હાર્યા પછી બે નવા ખેલાડીઓ સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં

IND vs BAN : શાખનો સવાલ! બાંગ્લાદેશ સામે બબ્બે વન-ડે હાર્યા પછી બે નવા ખેલાડીઓ સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં

ભારત બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી વન-ડે

IND VS BAN: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વન-ડે માં બે નવા ખેલાડીઓને ટીમમાં એન્ટ્રી મળી છે. ઈશાન કિશન રોહિત શર્માની જગ્યાએ ઓપનિંગ કરવા ઉતર્યો હતો તો સ્પિનર કુલદીપ યાદવને પણ સ્થાન મળ્યું હતું.

    INDvsBAN Third ODI: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વન-ડે માં ઇજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ લોકેશ રાહુલ કેપ્ટન્સી કરશે. રાહુલ ભારતીય રેગ્યુલર ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન છે. ભારત માટે દિગ્ગજોની ઇજા મોટો સવાલ છે. ભારત ઓલરેડી આ જ શ્રેણીની બે મેચ હારી ચૂક્યું છે. ત્યારે જોવાનું રહેશે કે ભારત આ શ્રેણીમાં આખરી મેચ જીતીને શાખ બચાવી શકશે કે નહીં!

    કિશન અને કુલદીપને મળ્યો ચાન્સ

    આ મેચમાં લેફટી બેટ્સમેન ઈશાન કિશનને ઓપનર અને કેપ્ટન રોહિત શર્માના સ્થાને તક મળી છે. રોહિત શર્મા ઇજાથી પરેશાન છે અને ટેસ્ટ શ્રેણી પણ ગુમાવે તેવી શક્યતા છે ત્યારે લોકેશ રાહુલની કેપ્ટન્સીમાં ભારતે સ્પિનર કુલદીપ યાદવને પણ તક આપી હતી.

    બાંગ્લાદેશે ટોસ જીતીને લીધી ફિલ્ડિંગ: શ્રેણીની ત્રીજી અને આખરી વન-ડેમાં બાંગ્લાદેશી કેપ્ટન લિટન દાસે ટોસ જીતીને બોલિંગ પહેલા કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી ઈશાન કિશન અને શિખર ધવન બંને ઓપનર્સ બેટિંગ કરવા ઉતાર્યા હતા.

    ધવનનો ફ્લોપ શો 

    ઓપનર અને લેફટી બેટ્સમેન શિખર ધવનનો ફ્લોપ શો આજે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ભારતની બી ટીમ કહી શકાય એવી જુનિયર ખેલાડીઓ સાથેની ટીમનું નેતૃત્વ શિખર ધવનને સોંપવામાં આવી રહ્યું છે. શિખર ધવને ઘણા સમય બાદ મૂળ સિનિયર ટીમમાં વાપસી કરી હતી. પણ આ ત્રણ મેચઇન શ્રેણીમાં એક પણ મેચમાં તે ચાલ્યો ન હતો. ધવન પાસેથી સારા સ્કોરની અને ઓપનિંગ પાર્ટનર શિપમાં મોટા યોગદાનની આશા રાખવામા આવી રહી હતી ત્યારે તે ફિફ્ટી કે સદી તો દૂર ડબલ ડીજીટ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ ગયો હતો.

    આ પણ વાંચો: IND vs BAN:ટ્રિપલ ધડાકા! ટીમ ઈન્ડિયાને પડ્યો મોટો ફટકો, વધુ ત્રણ ખેલાડીઓ ઇજાગ્ર્સ્ત થતાં હારનું સંકટ

    આ પણ વાંચો: રિવાબાએ પરિણામ પહેલા જ શરૂ કરી દીધી ઉજવણી? જાડેજા પર ઊભરાયો પ્રેમ, કહ્યું, I LOVE YOU!

    કેપ્ટન રોહિત ઇજાગ્ર્સ્ત

    ભારતીય ટીમને બાંગ્લાદેશ સામેની ત્રણ મેચોની સિરિઝમાં બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાથમાં ગંભીર ઇજા હોવા છતાં રોહિત શર્મા રમવા આવ્યો હતો અને તેણે ફિફ્ટી પણ ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે મેહદી હસન મિરાજના શતક સાથે 7 વિકેટે 271 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ 9 વિકેટે 266 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશે આ મેચ 5 રનથી જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.

    " isDesktop="true" id="1298080" >

    રોહિત શર્માની કાબિલ-એ-દાદ ઇનિંગ્સ


    કેપ્ટન રોહિત શર્મા હાથની ગંભીર ઈજા બાદ પણ મેદાનમાં ઉતર્યો હતો. છેલ્લી ઓવરમાં તેમણે એકપછી એક મોટા શોટ ફટકાર્યા અને ટીમને વિનિંગ સ્કોરની નજીક લઈ ગયા હતા. સિરાજ સાથે મળીને તેમણે ટીમને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી હતી. કેપ્ટને માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહીં
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket New in Gujarati, IND Vs BAN, India vs Bangladesh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन