IND v BAN : દિલ્હીમાં પ્રથમ ટી-20 પર ખતરો, આવું છે કારણ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 નવેમ્બરે ફિરોઝશાહ કોટલામાં પ્રથમ ટી-20 મેચ રમાશે

News18 Gujarati
Updated: October 26, 2019, 11:26 PM IST
IND v BAN : દિલ્હીમાં પ્રથમ ટી-20 પર ખતરો, આવું છે કારણ
IND v BAN : દિલ્હીમાં પ્રથમ ટી-20 પર ખતરો, આવું છે કારણ
News18 Gujarati
Updated: October 26, 2019, 11:26 PM IST
નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ (India and Bangladesh) વચ્ચે 3 નવેમ્બરે ફિરોઝશાહ કોટલા (Feroz shah Kotla)માં યોજાનાર પ્રથમ ટી-20 મેચ પહેલા દિલ્હી અને તેની આજુબાજુના ક્ષેત્રમાં વધી રહેલું હવાનું પ્રદુષણ ચિંતાનો વિષય બન્યું છે. ડિસેમ્બર 2017માં શ્રીલંકાની ક્રિકેટ ટીમને કોટલામાં ટેસ્ટ મેચ દરમિયાન મુશ્કેલી થઈ હતી. જેના કારણે મોટાભાગના ખેલાડીઓ માસ્ક પહેરીને મેદાનમાં આવ્યા હતા.

બીસીસીઆઈ(BCCI)ની રોટેશન નીતિ અને મહેમાન ટીમના યાત્રાનો કાર્યક્રમ જોતા બીસીસીઆઈએ પ્રથમ મેચ દિલ્હીમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. તેને આશા હતી કે આ મેચમાં શહેરની હવા મુદ્દો બનશે નહીં. જોકે દિવાળીના બે દિવસ પહેલા એર ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) ખરાબ થઈ ગયો છે. એક્યુઆઈ માપદંડ પ્રમાણે 0 થી 50 સારો, 51થી 100 સંતોષજનક, 101થી 200 મધ્યમ સ્તર, 201થી 300 ખરાબ, 300થી 400 ઘણો ખરાબ અને 400થી વધારે ગંભીર માનવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. હાલ જાણકારી પ્રમાણે ગુરુવારે દિલ્હી વિશ્વવિદ્યાલયનો એક્યુઆઈ 357 હતો. તે ઘણો ખરાબ માનવામાં આવે છે.

બીસીસીઆઈ (BCCI) અને ડીડીસીએના અધિકારીઓએ કહ્યું છે કે ખરાબ હવા પ્રદુષણ તેમના નિયંત્રણથી બહાર છે અને આશા રાખીએ છીએ કે મેચ દિવાળીના એક સપ્તાહ પછી થશે તો ત્યાં સુધી નિયંત્રણમાં આવી જશે.
First published: October 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...