Home /News /sport /IND vs BAN 2nd ODI: ટીમ ઈન્ડિયા માટે આજે કરો યા મરો! ગુજરાતી ક્રિકેટરને ટીમમાં મળ્યું સ્થાન

IND vs BAN 2nd ODI: ટીમ ઈન્ડિયા માટે આજે કરો યા મરો! ગુજરાતી ક્રિકેટરને ટીમમાં મળ્યું સ્થાન

ભારત બાંગ્લાદેશ વચ્ચે બીજી વન-ડે

INDIA VS BANGLADESH 2ND ODI LIVE: આજે ભારત માટે કરો યા મરો જેવી વન-ડે મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 4 ફાસ્ટરો સાથે મેદાનમાં ઉતરી છે.

    INDIA VS BANGLADESH : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની બીજી ODI ઢાકામાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત માટે આ મેચ 'કરો યા મરો' જેવી છે અને તેના માટે જીતવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રથમ વન-ડે ભારતનો ભારે રસાકસી બાદ પરાજય થયો હતો. જો ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં પોતાની આશા જીવંત રાખવી હોય તો આ મેચ જીતવી જરૂરી છે.



    બાંગ્લાદેશે પ્રથમ વનડે જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં યજમાન ટીમનું લક્ષ્ય પણ આ મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ બનાવવાનું રહેશે. આ સંજોગોમાં બાંગલાદેશ એક રેકોર્ડ બનાવશે. કારણ કે ભારત સામે વર્ષોથી બાંગ્લાદેશ કોઈ શ્રેણી જીત્યું નથી.

    આ પણ વાંચો: Video: રોહિત શર્માએ પોતાના જ ખેલાડીને ગાળ આપી દીધી! એક ભૂલના બદલામાં જુઓ શું કહી દીધું

    આ પણ વાંચો: રિવાબાએ પરિણામ પહેલા જ શરૂ કરી દીધી ઉજવણી? જાડેજા પર ઊભરાયો પ્રેમ, કહ્યું, I LOVE YOU!

    ભારતીય ક્રિકેટ ટીમ માટે ફાસ્ટ બોલર્સ ચિંતાનો વિષય છે કારણ કે ભુવનેશ્વર કુમાર એવા ફોર્મમાં નથી જ્યારે બૂમરાહ અને મોહમ્મદ શમી ટીમની બહાર છે કારણ કે બંને ઇજાગ્ર્સ્ત છે. આ ટીમમાં ચાર ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે એની પાછળનું કારણ ક્યાંક એ છે કે વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. 2023માં ભારતમાં જ વર્લ્ડકપ રમાવા જઈ રહ્યો છે ત્યારે ટીમ પર એ જ્વાબદારી આવી ગઈ છે કે ટીમમાં સારી ફાસ્ટ બોલિંગ લાઇન અપ હોય.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IND Vs BAN, India vs Bangladesh, ક્રિકેટ

    विज्ञापन
    विज्ञापन