દેવધર ટ્રોફીમાં ઇન્ડિયા-Bનો વિજય, કર્ણાટકને 6 વિકેટે આપી માત

 • Share this:
  દેવધર ટ્રોફીની ફાઇનલ મેચમાં ઇન્ડિયા-બી ટીમે કર્ણાટકાને 6 વિકેટે પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કર્ણાટકે 50 ઓવરમાં 8 વિકેટે 279 રન બનાવ્યા હતા. જવાબમાં ઇન્ડિયા-બી ટીમે 10 બોલ બાકી રહેતા મેચને 4 વિકેટ ગુમાવી જીતી લીધી હતી.


  ઇન્ડિયા-Bનો વિજય

  પ્રથમ બેટિંગ કરતા કર્ણાટકાની શરૂઆત ખરાબ રહી હતી. બન્ને ઓપનર મયંક અગ્રવાલ તેમજ કેપ્ટન કરૂણ નાયર સસ્તામાં આઉટ થયા હતા. મયંક અગ્રવાલ 14 રને રન આઉટ થયો હતો જ્યારે કરૂણ નાયર 10 રને ઉમેશ યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો. કર્ણાટકા તરફથી સમર્થે સૌથી વધુ 107 રન બનાવ્યા હતા.જ્યારે સીએમ ગૌતમે 76 રન અને શ્રેયસ ગોપાલે 38 રન બનાવ્યા હતા. કર્ણાટકાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 279 રન બનાવ્યા હતા. જવાબમાં પડકારનો પીછો કરવા ઉતરેલી ઇન્ડિયા-બી તરફથી રૂતુરાજ ગાયકવાડે 58, ઇશ્વરને 69,કેપ્ટન શ્રેયસ અય્યરે 61 અને મનોજ તિવારીએ અણનમ 59 રન બનાવ્યા હતા.ઇન્ડિયા-બીએ 48.2 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી 281 રન બનાવી પડકારને મેળવી લીધો હતો. સદી ફટકારનાર કર્ણાટકના આર.સમર્થને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
  Published by:Mujahid Tunvar
  First published: