Home /News /sport /

ધોનીએ બદલાવી પોતાની ઇન્સ્ટાગ્રામ તસવીર, ગર્વ થશે જાણીને

ધોનીએ બદલાવી પોતાની ઇન્સ્ટાગ્રામ તસવીર, ગર્વ થશે જાણીને

એમએસ ધોની સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતો નથી (પ્રતિકાત્મક તસવીર)

Har Ghar Tiranga Abhiyan : ભારતનો પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયો છે, ઇરફાને પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો છે

    આઝાદીના (Independence day) 75 ગૌરવશાળી વર્ષોની ઉજવણી કરતા આખું ભારત તિરંગાના રંગમાં રંગાયું છે. આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga)અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સામાન્ય લોકોથી માડીને સેલિબ્રિટી પણ જોડાઇ રહ્યા છે. ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) પણ આ અભિયાનમાં જોડાયો છે. ધોનીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરી છે.

    એમએસ ધોની સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતો નથી પણ આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં સામેલ થવા માટે તેણે લગભગ બે વર્ષ પછી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફેરફાર કર્યો છે. ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ તસવીર બદલી છે. ધોનીએ ભારતીય ધ્વજને પોતાના પ્રોફાઇલ તસવીરમાં રૂપમાં લગાવ્યો છે.

    ધોનીએ તિરંગાની તસવીર લગાવતા લખ્યું છે કે - હું એક ભારતીય હોવા પર ધન્ય છું


    ધોનીએ તિરંગાની તસવીર લગાવતા લખ્યું છે કે - હું એક ભારતીય હોવા પર  ધન્ય છું. આ લાઇન પ્રોફાઇલ પિક્ચરમાં હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ત્રણેય ભાષામાં લખી છે.

    પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીની ઘણી ફેન ફોલોઇંગ છે. ધોનીનો દેશ પ્રેમ પણ ધણો જાણીતો છે. તે ભારતીય સેનામાં પણ માનદ સેવા આપે છે.

    ઇરફાન પઠાણે ઘરે ફરકાવ્યો તિરંગો


    ભારતનો પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયો છે. ઇરફાને પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો છે. તેણે વીડિયો પણ પોસ્ટ કર્યો છે. ઇરફાન પઠાણે લોકોને અપીલ કરતા કહ્યું કે તિરંગા મેરી શાન, તિરંગા મેરી જાન. દરેક ભારતીય દિલથી ગાવો તિરંગા મારો અભિયાન. આવો બધા મળીને 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનમાં સાથે મળીને દરેક ઘરે તિરંગો લહેરાવો.



    ઇરફાન પઠાણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 75th Independence Day, Independence day, Ms dhoni

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन