IND W vs AUS W : ભારતીય મહિલા ટીમ ઈતિહાસમાં પ્રથમ વખત રમશે ડે-નાઈટ ટેસ્ટ, હરમનપ્રીત ઈજાગ્રસ્ત

આગામી ટેસ્ટમાં હરમનપ્રીત કૌર ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગઈ છે.

ભારતીય ટીમ પ્રથમ વખત ગુલાબી બોલ સાથે રમી રહી છે, તેથી ખેલાડીઓને ખ્યાલ નથી હોતો કે, ગુલાબી બોલની શું અસર થશે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે વર્ષ 2017માં તેની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી હતી. હવે બંને ટીમો ગુરુવાર 30 સપ્ટેમ્બરથી એકબીજા સામે ટકરાશે.

 • Share this:
  ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં જીત બાદ આત્મવિશ્વાસ ધરાવતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (IND W vs AUS W), હવે ગુરુવારથી શરૂ થતી યજમાનો સામેની તેમની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં પણ તે જ ગતિ જાળવી રાખવા માંગે છે. ત્રીજી વનડે રવિવારે રમાઈ હતી અને સોમવારે આરામનો દિવસ હતો, તેથી મિતાલી રાજ (Mithali Raj)ની ટીમને આ ટેસ્ટની તૈયારી માટે માત્ર 2 સત્રો મળ્યા હતા. વનડે શ્રેણીમાં ભારતને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

  ભારતીય ટીમ પ્રથમ વખત પિન્ક બોલ સાથે રમી રહી છે, તેથી ખેલાડીઓને ખ્યાલ નથી હોતો કે, પિન્ક બોલની શું અસર થશે. ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2017માં એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટ રમી હતી. તે પણ વધારે પ્રેક્ટિસ ન કરી શક્યો પરંતુ તેના ઝડપી બોલરો મેટ્રિકન સ્ટેડિયમની લીલી પીચ પર બોલરોએ કહેર મચાવ્યો હતો.

  7 વર્ષ બાદ પ્રથમ ટેસ્ટ રમતા ભારતે જૂનમાં ઈંગ્લેન્ડ સામેની મેચ ડ્રો થઈ હતી. જોકે ખેલાડીઓ અને નિષ્ણાતો માને છે કે, પિન્ક બોલનો પડકાર ખૂબ જ મુશ્કેલ હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા છેલ્લે 2006માં ટેસ્ટ રમ્યા હતા. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી બંને ટીમોમાં એકમાત્ર ખેલાડી છે. જેમણે ટેસ્ટ રમી છે. બીજી બાજુ, ઓસ્ટ્રેલિયાને મેચ પહેલા જ આંચકો લાગ્યો હતો કારણ કે, તેમના વાઈસ કેપ્ટન રચેલ હેન્સ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે બહાર થઈ ગયા હતી. કેપ્ટન મેગ લેનિંગે કહ્યું કે, ટીમ તેના સ્થાને ફાસ્ટ બોલિર અથવા નિષ્ણાત બેટ્સમેનને લેશે. વનડેમાં સારું પ્રદર્શન કરનારી એનાબેલ સધરલેન્ડને તક મળી શકે છે.

  ઈજાના કારણે હરમીનપ્રીત ટીમથી બહાર

  હરમનપ્રીત કૌર આ ટેસ્ટ મેચનો ભાગ બની શકશે નહીં. મિતાલી રાજે પુષ્ટિ કરી છે કે, હરમનપ્રીતના અંગૂઠાની ઈજાથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ નથી. હરમનપ્રીતે જોકે નેટ પ્રેક્ટિસ કરી હતી. વનડે શ્રેણીમાં અસરકારક શરૂઆત કરનાર ઝડપી બોલર મેઘના સિંહ, બેટ્સમેન યસ્તિકા ભાટિયાને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. અનુભવી ઝુલન, મેઘના અને પૂજા વસ્ત્રાકર પેસ એટેકનું નેતૃત્વ કરશે જ્યારે સ્પીન બોલિંગ સ્નેહ રાણા અને દીપ્તિ શર્મા સંભાળશે. વિકેટકીપર તાનિયા ભાટિયાનું વાપસી નિશ્ચિત છે, જ્યારે પૂનમ રાઉત, જે વનડે શ્રેણીમાંથી બહાર હતી, તે પણ રમી શકે છે.

  આ પણ વાંચો: મુંબઈના આ ત્રણ ખેલાડીઓના IPL પ્રદર્શન બાદ WCની ટીમ માટે ઐયરના ચાન્સ વધ્યા

  ભારતીય ટીમની થશે અગ્ની પરીક્ષા

  ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIની એપેક્સ કાઉન્સિલના સભ્ય શાંતા રંગાસ્વામીએ કહ્યું, 'હું તેને ભારતીય ટીમની લિટમસ ટેસ્ટ કહીશ. છેલ્લા 3-4 વર્ષમાં ખેલાડીઓ લાલ બોલથી ઓછું રમ્યા છે. ડે-નાઇટ ટેસ્ટ સંપૂર્ણપણે અલગ છે અને પડકાર એકદમ અઘરો છે. ઓસ્ટ્રેલિયા પાસે ટેસ્ટ ક્રિકેટમાં વધુ અનુભવ છે પરંતુ તેમના ખેલાડીઓએ તાજેતરના ભૂતકાળમાં ઘણી મેચ રમી નથી. ભારતે વનડે શ્રેણીમાં બતાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાને હરાવી શકાય છે.
  Published by:kuldipsinh barot
  First published: