Home /News /sport /IND vs ZIM: ભારતની વનડે સીરિઝમાં ક્લિન સ્વીપ જીત, સિકંદરની સદી છતાં ઝિમ્બાબ્વેની હાર

IND vs ZIM: ભારતની વનડે સીરિઝમાં ક્લિન સ્વીપ જીત, સિકંદરની સદી છતાં ઝિમ્બાબ્વેની હાર

ભારતની વનડે સીરિઝમાં ક્લિન સ્વીપ જીત (AP)

IND vs ZIM 3rd ODI: ઝિમ્બાબ્વેની ટીમ સિકંદર રજા (115)ની સદી છતાં 49.3 ઓવરમાં 276 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી

    નવી દિલ્હી: ભારતીય ટીમે સીરિઝની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં સોમવારે ઝિમ્બાબ્વે સામે 13 રને જીત મેળવી હતી. કેએલ રાહુલની કેપ્ટનશિપમાં ભારતે ઝિમ્બાબ્વેને વનડે સીરિઝમાં 3-0થી પછડાટ આપી છે. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટે 289 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ સિકંદર રજા (115)ની સદી છતાં 49.3 ઓવરમાં 276 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

    ઝિમ્બાબ્વે માટે સિકંદર રાજાએ ખૂબ પ્રયાસ કર્યા પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. 5માં નંબરે બેટિંગ કરવા આવેલા સિકંદર રજાએ 95 બોલમાં 115 રનની પારી રમી હતી. તેણે પારીમાં 9 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. સિકંદરે ભારત વિરુદ્ધ પ્રથમ વનડે સદી ફટકારી છે. જ્યારે તેના વનડે કરિયરની આ છઠ્ઠી સદી હતી. બાંગ્લાદેશ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફધાનિસ્તાન વિરુદ્ધ આ ખેલાડીએ સદી મારી છે.

    આ પણ વાંચો: ઓલંગાના હાથે આઉટ થયા પછી ઊંઘી શક્યો ન હતો સચિન, 36 કલાક જ માં લીધો હતો બદલો

    સિકંદર ઉપરાંત સીન વિલિયમ્સે 45, બ્રેડ ઇવાન્સે 28 રનનું યોગદાન આપ્યું હતું. ઇવાન્સ અને સિકંદરે 8મી વિકેટ માટે 104 રનની ભાગેદારી કરી હતી. ઇવાન્સ 8મી વિકેટ તરીકે ટીમના 273ના સ્કોરે અવેશ ખાનના શિકાર બન્યો હતો. અવેશે જ વિક્ટર ન્યાઉચી (0)ને છેલ્લી ઓવરમાં બોલ્ડ કરી ઝિમ્બાબ્વેની પારી સમેટી હતી. ભારત માટે અવેશ ખાને 3 વિકેટ લીધી, જ્યારે દીપક ચહર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી.

    ભારતની પારીની વાત કરીએ તો, ભારતે 15 ઓવરમાં એક વિકેટ પર 63 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ (30), શિખર ધવન (40) રન બનાવ્યા હતા. જ્યારે ગિલ સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે 130 રનની પારી રમી હતી. શુભમન ગિલ અને ઇશાન કિશન વચ્ચે ત્રીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી થઇ હતી. ભારતે 8 વિકેટે 289 રન બનાવ્યા હતા. જ્યારે ઝિમ્બાબ્વે તરફથી બ્રેડ ઇવાન્સે પાંચ વિકેટ ઝડપી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cricket News in Gujarat, K L Rahul, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन