Home /News /sport /

IND vs WI: યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં 3 શિકાર કરી અનિલ કુંબલેની ક્લબમાં સામેલ થયો

IND vs WI: યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં 3 શિકાર કરી અનિલ કુંબલેની ક્લબમાં સામેલ થયો

યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે વન-ડેમાં 100 વિકેટ પૂરી કરી છે. અગાઉ ભારતીય લેગ-સ્પિનરો પૈકી માત્ર અનિલ કુંબલે (Anil Kumble) જ વન-ડે ક્રિકેટમાં 100થી વધુ વિકેટો હાંસલ કરી શક્યા છે.

    યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે વન-ડેમાં 100 વિકેટ પૂરી કરી છે. અગાઉ ભારતીય લેગ-સ્પિનરો પૈકી માત્ર અનિલ કુંબલે (Anil Kumble) જ વન-ડે ક્રિકેટમાં 100થી વધુ વિકેટો હાંસલ કરી શક્યા છે. હવે ચહલ દેશનો બીજો લેગ સ્પિનર ​​બની ગયો છે, જેના ખાતામાં 100થી વધુ વન-ડે વિકેટ છે. ચહલે આ પરાક્રમ ભારત-વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies)ની પ્રથમ વન-ડેમાં કર્યું હતું. તેણે માત્ર 9 બોલમાં 3 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને બેક ફૂટ પર ધકેલી દીધું હતું.

    યુઝવેન્દ્ર ચહલ તેની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર નિકોલસ પૂરન (18)ને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ સાથે તેની 100 વિકેટ પૂરી થઈ ગઈ. આગામી બોલ પર તેણે કેપ્ટન કિરન પોલાર્ડ (0)ને બોલ્ડ કરીને વિન્ડીઝને મોટો ઝટકો આપ્યો હતો. બીજી ઓવરના 5માં બોલ પર ચહલે શેમરાહ બ્રુક્સ (10)ને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અગાઉ દક્ષિણ આફ્રિકામાં ચહલનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. પરંતુ ઘરઆંગણે તેણે મેચમાં લય મેળવી લીધી છે.

    આ પણ વાંચો- IND vs WI ODI : ભારતની 1000મી વનડેમાં શાનદાર જીત, અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ હાર્યુ

    100 વિકેટ લેનાર 9મો સ્પિનર

    ભારતીય સ્પિન બોલરોની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ 100 વિકેટનો આંકડો પાર કરનાર 9મો ભારતીય બન્યો છે. ભારત માટે સૌથી વધુ વન-ડે વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. તેમણે 269 વન-ડે મેચોમાં 334 વિકેટ પોતાના નામે કરી છે. સ્પિનર ​​તરીકે હરભજન સિંહ 265 વિકેટ સાથે બીજા નંબર પર છે. આ બે સિવાય અન્ય કોઈ ભારતીય સ્પિનરે 200 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો નથી.

    આ પણ વાંચો- Gujarat corona Update: રાજ્યમાં corona ના નવા કેસ 4000ની નીચે, મોત પણ ઘટ્યા

    આ સિવાય રવીન્દ્ર જાડેજા (188), સચિન તેંડુલકર (154), આર અશ્વિન (151), રવિ શાસ્ત્રી (129), યુવરાજ સિંહ (110) અને કુલદીપ યાદવે (107) પણ ભારતીય સ્પિનરો તરીકે ODIમાં 100 વિકેટ ઝડપી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket live score, Team india, Yuzvendra chahal

    આગામી સમાચાર