Home /News /sport /IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODI માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODI માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ભારતીય ટીમમાં ઈશાન કિશન અને શાહરૂખ ખાનનો સમાવેશ

વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies)સામેની પ્રથમ વન-ડે મેચ માટે ભારતીય ટીમ (Team India)માં ઈશાન કિશન (Ishan Kishan) અને શાહરૂખ ખાન (Shahrukh khan)નો સમાવેશ.

BCCIની ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies)સામેની પ્રથમ વન-ડે મેચ માટે ભારતીય ટીમ (Team India)માં ઈશાન કિશન (Ishan Kishan) અને શાહરૂખ ખાન (Shahrukh khan)નો સમાવેશ કર્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડે માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, અવેશ ખાન, ઈશાન કિશન, શાહરુખ ખાન.

આ પણ વાંચો- India vs England U19 world cup 2022 Live Score: ઇંગલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ફાઇનલમાં કાંટાની ટક્કર
 રોહિત શર્મા ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરશે



ભારતીય ટીમના નવા વન-ડે કેપ્ટન રોહિત શર્માએ શનિવારે કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં ઈશાન કિશન તેની સાથે ઈનિંગની શરૂઆત કરશે કારણ કે ટીમમાં યુવા ખેલાડી સિવાય કોઈ વિકલ્પ નથી અને મયંક અગ્રવાલ પણ તેની ફરજિયાત ક્વોરન્ટાઈન પૂર્ણ કરી રહ્યો છે.

આ પણ વાંચો- PM નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ મંદિરમાં કરી પૂજા, રાષ્ટ્રને સોંપ્યુ Statue of Equality

આ કારણે ઈશાન કિશનને વન-ડે ટીમમાં તક મળી

શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા અને હવે આઈસોલેશનમાં છે જેના પછી કિશનને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રોહત શર્માએ કહ્યું કે, અમારી પાસે એકમાત્ર વિકલ્પ છે ઇશાન કિશન અને તે મારી સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે.

IND vs WI: 3 વન-ડે અને 3 ટી-20 મેચોની સિરીઝ

ટી-20 મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત સામેની સીમિત ઓવરોની સિરીઝ માટે 2 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 6 ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ વનડે મેચ રમશે. આ પછી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમાશે.
First published:

Tags: Cricket News in Gujarat, India vs West indies, Team india announced

विज्ञापन