Home /News /sport /

VIDEO: પંતે LIVE મેચમાં કરી અજીબ હરકત, કેપ્ટન રોહિત શર્માએ જાહેરમાં ખખડાવ્યો!

VIDEO: પંતે LIVE મેચમાં કરી અજીબ હરકત, કેપ્ટન રોહિત શર્માએ જાહેરમાં ખખડાવ્યો!

પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે (તસવીર - સોશિયલ મીડિયા)

IND vs WI T20I - ચોથી ટી-20માં ભારતનો 59 રને વિજય થયો, ભારતે શ્રેણી પર 3-1થી અજેય સરસાઇ મેળવી લીધી

    નવી દિલ્હી : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ (IND vs WI) વચ્ચે ચોથી ટી-20 મેચ (IND vs WI T20I)શનિવારે રમાઇ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ (Team India)59 રને વિજય મેળવી શ્રેણી પર 3-1થી અજેય સરસાઇ મેળવી લીધી છે. આ મેચની પાંચમી ઓવરમાં એક એવી ઘટના બની હતી જેના કારણે ભારતનો વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ચર્ચામાં આવી ગયો છે. પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે.

    આ વીડિયોમાં પંતનો મજાક મસ્તી ભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે. જોકે આ મજાકના કારણે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા તેના પર ગુસ્સે ભરાયો હતો. આ ઘટના વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સ દરમિયાન બની હતી.

    આ પણ વાંચો - ભારત-પાકિસ્તાન 15 દિવસમાં 3 વખત ટકરાશે! જાણો કેવી રીતે બનશે શક્ય

    આવી બની ઘટના


    નિકોલસ પૂરને મેચની પાંચમી ઓવરના અંતિમ બોલ પર એક રન લેવાનો પ્રયત્ન કર્યો હતો. બોલ ઓફ સાઇડમાં સર્કલની અંદર રહેલા સંજૂ સેમસન પાસે ગયો હતો. તેણે સીધો થ્રો પંતના હાથમાં આપ્યો હતો. પૂરન અને મેયર્સ વચ્ચે રનિંગનું તાલમેલ સારું રહ્યું ન હતું. પૂરન એટલો દૂર જતો રહ્યો હતો કે તેણે ક્રિઝમાં પાછા આવવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો. પંતના હાથમાં બોલમાં આવી ગયો હતો પણ તે બેલ્સ પાડ્યા વગર બોલ લઇને થોડીવાર ઉભો રહ્યો હતો. આ જોઇને કેપ્ટન રોહિત શર્મા પંત પર ગુસ્સે થયો હતો અને તરત પૂરનને રન આઉટ કરવા માટે કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


    ટીમ ઇન્ડિયાનો 59 રને વિજય


    ચોથી ટી-20માં ભારતનો 59 રને વિજય થયો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. ઋષભ પંતે સૌથી વધારે 44, જ્યારે રોહિત શર્માએ 33 રન અને સંજુ સેમસને 30 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ 19.1 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. પોવેલે સૌથી વધારે 24 રન બનાવ્યા હતા. અર્શદીપ સિંહે 12 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Rishabh pant, Team india

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन