Home /News /sport /

એક સમયે ખેતરમાં બોલિંગની પ્રેક્ટીસ કરતો હતો આ ખેલાડી, એક અઠવાડીયામાં બદલાઈ ગયું જીવન

એક સમયે ખેતરમાં બોલિંગની પ્રેક્ટીસ કરતો હતો આ ખેલાડી, એક અઠવાડીયામાં બદલાઈ ગયું જીવન

રાજસ્થાનના યુવા સ્પિનર રવિ બિશ્નોઈને (Ravi Bishnoi) પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી છે

IND vs WI Series 2022 - આ ખેલાડીનું શરૂઆતનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. નાનપણમાં તે ખેતરોની ઉબડ-ખાબડ જમીન પર પીચ બનાવીને પ્રેક્ટિસ કરતો હતો

જયપુર : રાજસ્થાનના યુવા સ્પિનર રવિ બિશ્નોઈને (Ravi Bishnoi) પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી છે. આ યુવા ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ (IND vs WI Series 2022) સામેની T20 શ્રેણી (IND vs WI) માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. જોધપુરનો આ લેગ સ્પિનર ​​રોહિત શર્માની (Rohit Sharma)કેપ્ટનશિપમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે. રવિ બિશ્નોઈના ટેલેન્ટની ઓળખ તો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) થી થઈ હતી. તેને IPL-2022 માટે લખનૌ સુપર જાયન્ટ્સની નવી ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો છે.

રવિ બિશ્નોઈની જીવનકથા કોઈ બોલિવૂડ ફિલ્મની સ્ટોરી જેવી જ છે. એક સમય એવો હતો જ્યારે આ યુવા ખેલાડીને ક્રિકેટના મેદાનમાં કામ કરવું પડતું હતું. આ ખેલાડીનું શરુઆતનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. નાનપણમાં રવિ ખેતરોની ઉબડ-ખાબડ જમીન પર પીચ બનાવીને પ્રેક્ટિસ કરતો હતો. ત્યારબાદ રવિ જોધપુરની ક્રિકેટ એકેડમીમાં જોડાયો હતો. પરિવારનું કહેવું છે કે, રવિની અંડર-16 ટીમમાં પસંદગી થઈ નહોતી. જેથી તે ખૂબ જ હતાશ હતો અને ક્રિકેટ પણ છોડવાનું વિચારી રહ્યો હતો, પરંતુ તેના કોચના માર્ગદર્શન હેઠળ રવિએ ઘણી મહેનત કરી અને ક્યારેય પાછળ વળીને જોયું નથી.

આ પણ વાંચો - IND vs WI: વેસ્ટઈન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, યુવા રવિ બિશ્નોઈને તક, કુલદિપ યાદવનું કમબેક

વર્ષ 2018માં રવિ બિશ્નોઈની બોર્ડની પરીક્ષા હતી. આ દરમિયાન આઈપીએલ (IPL)ની પણ શરૂઆત થઈ ગઈ હતી. રવિને રાજસ્થાન રોયલ્સ માટે નેટ બોલિંગ કરવાની તક મળી હતી. પરિવારે તેને ક્રિકેટ કેમ્પ છોડીને પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી, પરંતુ રવિએ તેમની વાત ન માની અને તેની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી.

નોંધનીય છે કે, 21 વર્ષીય રવિ બિશ્નોઈએ વિનુ માંકડ ટ્રોફી મેચમાં 5 વિકેટ લીધી હતી. શરૂઆતમાં તે મીડિયમ પેસર બોલર બનવા માંગતો હતો, પરંતુ તેના કોચની સલાહ પર બિશ્નોઈ લેગ-સ્પિન તરફ ધ્યાન આપ્યુ હતું. તેણે અંડર-19 વર્લ્ડ કપ 2020માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. રવિ બિશ્નોઈએ ટૂર્નામેન્ટમાં 17 વિકેટ લીધી હતી. આ ખેલાડીએ આઇપીએલ (IPL) 2019માં પંજાબ કિંગ્સ માટે લીગમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે આ સિઝનમાં 12 વિકેટ લીધી હતી. આ સાથે રવિને ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
First published:

Tags: Indian Cricket, ક્રિકેટ ન્યૂઝ

આગામી સમાચાર