Home /News /sport /

IND vs WI વચ્ચે રવિવારથી ODI સીરિઝ, જાણો ટાઇટેબલ, Live Streaming સહિતની તમામ વિગતો

IND vs WI વચ્ચે રવિવારથી ODI સીરિઝ, જાણો ટાઇટેબલ, Live Streaming સહિતની તમામ વિગતો

IND vs WI : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રવિવારે બપોરે 1.30 વાગ્યાથી વનડે સીરિઝનો પ્રારંભ

IND vs WI ODI T20 Series : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી 20 (IND vs WI T20) અને વન ડે (IND vs WI ODI) મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. જાણો બંને સીરિઝના ટાઇમ ટેબલ, જીવંત પ્રસારણ અને અન્ય તમામ બાબતો વિશે



    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી 20 (IND vs WI T20) અને વન ડે (IND vs WI ODI) મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝનો વર્ષ 2022માં ભારતનો પ્રવાસ ખૂબ જ રસપ્રદ બની રહેશે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની ODI અને ત્રણ ટી 20 મેચમાં ટક્કર આપશે. આ મેચની સીરીઝ 06 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.

    આ તમામ ODI બંધ બારણે એટલે કે પ્રેક્ષકો વિના યોજવામાં આવશે. તમામ વન ડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. બીજી તરફ તમામ T20I કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમવામાં આવશે. મહત્વનું છે કે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સ્ટેડિયમની કુલ કેપેસિટીના 75 ટકા દર્શકોની હાજરી સાથે મેચ યોજવામાં આવશે. અગાઉ આ સમગ્ર ટૂર 6 અલગ-અલગ સ્થળોએ યોજવામાં આવનાર હતો પણ કોવિડની પરિસ્થિતીને કારણે BCCIએ તેના નિર્ણયમાં ફેરફાર કર્યો અને તમામ 6 મેચો માત્ર 2 સ્થળોએ શિડ્યુલ કરવામાં આવી.

    ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમના ખેલાડીઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને તેઓ 4 ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમની ટ્રેનિંગની પણ શરૂઆત કરશે.

    આ પ્રમાણે રહેશે IND vs WI માં T20 અને ODI મુકાબલાઓના શિડ્યુલ

    IND vs WI- ODI 2022



































    તારીખમેચસ્થળસમય (IST)
    ફેબ્રુઆરી 6 (રવિવાર)

    India vs West Indies, પ્રથમ

    ODI મુકાબલો
    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ1:00 PM
    ફેબ્રુઆરી 9 (બુધવાર)

    India vs West Indies, બીજો

    ODI મુકાબલો
    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ1:00 PM
    ફેબ્રુઆરી 11 (શુક્રવાર)

    India vs West Indies, ત્રીજો

    ODI મુકાબલો
    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ1:00 PM



     આ પણ વાંચો :  IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કરનાર ટોપ 3 ભારતીય બેટ્સમેન, આ ખેલાડી છે ટોપ પર

    IND vs WI- T20I 2022



































    ડેટમેચસ્થળસમય (IST)
    February 16 (Wednesday)India vs West Indies, પ્રથમ T20I મુકાબલોઈડન ગાર્ડન્સ, કોલકાતા7:00 PM
    February 18 (Friday)India vs West Indies, બીજો T20I મુકાબલોઈડન ગાર્ડન્સ, કોલકાતા7:00 PM
    February 20 (Sunday)India vs West Indies, ત્રીજો T20I મુકાબલોઈડન ગાર્ડન્સ, કોલકાતા7:00 PM


    IND vs WI - સ્ક્વોડ 2022


    BCCI અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આ સીરીઝ માટે તેમની ODI અને T20I ટીમોની જાહેરાત કરી છે. રોહિત શર્મા આ સીરિઝમાં તેની ફુલ ટાઈમ કેપ્ટનશિપની શરૂઆત કરશે.

    ભારતીય ટીમ- ODI

    રોહિત શર્મા (Rohit Sharma) (c), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હૂડા, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ, રિશભ પંત, દીપક ચહર, શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ ક્રિષ્ના, આવેશ ખાન.

    ભારતીય ટીમ- T20I

    રોહિત શર્મા (Rohit Sharma) (c), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, રિશભ પંત, દીપક ચહર, શાર્દૂલ ઠાકુર, રિવ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મ્દ સિરાઝ, ભુવનેશ્વર કુમાર, વેશ ખાન, હર્ષલ પટેલ.

    આ પણ વાંચો : IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં સૌથી વઘુ રન કરનાર બેટ્સમેન, જાણો કોણ છે બેટિંગનાં બાદશાહ

    વેસ્ટ ઈન્ડિઝ- ODI સ્ક્વોડ

    કાઈરન પોલાર્ડ (Kieron Pollard) (c), ડેરેન બ્રાવો, શમારહ બ્રુક્સ, બ્રેન્ડન કિંગ, ફેબિયન એલન, નક્રુમાહ બેનર, જેસન હોલ્ડર, શાઈ હોપ, નિકોલસ પૂરન, કિલ હોસિન, અલ્ઝારી જોસેફ, કેમાર રોચ, રોમેઈરો શેફર્ડ, ઓડિન સ્મિથ, હેડન વોલ્શ

    વેસ્ટ ઈન્ડિઝ- T20I સ્ક્વોડ

    કાઈરન પોલાર્ડ (Kieron Pollard) (c), ડેરેન બ્રાવો, શમારહ બ્રુક્સ, બ્રેન્ડન કિંગ, ફેબિયન એલન, નક્રુમાહ બેનર, જેસન હોલ્ડર, શાઈ હોપ, નિકોલસ પૂરન, કિલ હોસિન, અલ્ઝારી જોસેફ, કેમાર રોચ, રોમેઈરો શેફર્ડ, ઓડિન સ્મિથ, હેડન વોલ્શ

    IND vs WI- લાઈવ સ્ટ્રીમિંગ અને લાઈવ ટેલિકાસ્ટ ચેનલ


    IND vs WI વચ્ચે મુકાબલો ODI સીરીઝ સાથે શરૂ થશે. પ્રથમ ODI 6 ફેબ્રુઆરી, 2022 ના રોજ યોજાશે. તમામ ODI મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તમામ ODI મેચો IST બપોરે 1 વાગ્યે શરૂ થશે.

    પ્રથમ T20I મુકાબલો 16 ફેબ્રુઆરી, 2022 ના રોજ થશે. તમામ T20I મેચનું સ્થળ કોલકાતામાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ છે. T20I મેચો IST સાંજે 7 વાગ્યે શરૂ થશે.

    ભારત

    ભારતમાં Star Sports નેટવર્ક IND vs WI સીરીઝનું ઓફિશિયલ બ્રોડકાસ્ટર છે. આથી IND vs WI ODI અને T20I સીરીઝનું Star Sports ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર ઉપલબ્ધ થશે.

    કેરેબિયન

    કેરેબિયન પ્રદેશમાં Flow Sports IND vs WI સીરીઝનું લાઈવ ટેલિકાસ્ટ રજૂ કરાશે. Flow Sports એપ્લિકેશન મેચનું લાઇવ સ્ટ્રીમિંગ આપશે.

    આ પણ વાંચો : IND vs WI ODI: કોરોનાએ બગાડી ટીમ ઇન્ડિયાની રમત, પ્રેક્ટિસ સેશન રદ, શું પ્રથમ વન-ડેની તારીખ પણ બદલાશે?

    બાંગ્લાદેશ

    બાંગ્લાદેશમાં Gazi TV પર India vs West સીરીઝનું લાઈવ ટેલિકાસ્ટ રજૂ કરાશે.

    શ્રીલંકા

    શ્રીલંકામાં Dialog TV અને Peo TV પર India vs West સીરીઝનું લાઈવ ટેલિકાસ્ટ રજૂ કરાશે

    યૂકે

    યૂકેમાં Sky Sports Cricket પર India vs West સીરીઝનું લાઈવ ટેલિકાસ્ટ રજૂ કરાશે

    સાઉથ આફ્રિકા

    સાઉથ આફ્રિકામાં SuperSport પર India vs West સીરીઝનું લાઈવ ટેલિકાસ્ટ રજૂ કરાશે.

    USA અને કેનેડા

    અમેરિકા અને કેનેડામાં Willow TV પર India vs West સીરીઝનું લાઈવ ટેલિકાસ્ટ રજૂ કરાશે. USA માં Disney+ Hotstar અને ESPN+ પર લાઈવ સ્ટ્રિમિંગ કરવામાં આવશે.

    ઓસ્ટ્રેલિયા

    ઓસ્ટ્રેલિયામાં Fox Sports પર મેચનું લાઈન પ્રસારણ કરવામાં આવશે.

    ન્યૂઝીલેન્ડ

    ન્યૂઝીલેન્ડમાં Sky Sports NZ નેટવર્ક પર India vs West સીરીઝનું લાઈવ ટેલિકાસ્ટ રજૂ કરાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: India vs West indies, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन