Home /News /sport /

IND vs WI: શિખર ધવન સહિત ભારતના ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત, સિરીઝના આયોજન અંગે શંકા

IND vs WI: શિખર ધવન સહિત ભારતના ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત, સિરીઝના આયોજન અંગે શંકા

India vs West Indies Series: ભારતના 8 ખેલાડીઓ કોરોના સંક્રમિત.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ (India vs West Indies)ના આયોજન પર ખતરો ઉભો થયો છે. ટીમ ઈન્ડિયા (Team India)ના ઘણા ખેલાડીઓ કોરોનાવાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા છે.

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ (India vs West Indies)ના આયોજન પર ખતરો ઉભો થયો છે. ટીમ ઈન્ડિયા (Team India)ના ઘણા ખેલાડીઓ કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. સિનિયર ખેલાડીઓ શિખર ધવન (Shikhar Dhawan ), યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (ruturaj gaikwad) અને શ્રેયસ અય્યર (Shreyas Iyer) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વન-ડે સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. હવે શ્રેણીના શિડ્યુલમાં ફેરફાર થઈ શકે છે. બીસીસીઆઈ (BCCI) માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. કારણ કે 12 ફેબ્રુઆરીએ મેગા ઓક્શન પણ યોજાવાનું છે.

    સ્પોર્ટસ્ટારના સમાચાર મુજબ ઘણા ભારતીય ખેલાડીઓ પોઝિટિવ જોવા મળ્યા છે. બંને ટીમો એક જ હોટલમાં છે પરંતુ તેમના ફ્લોર અલગ છે. મળતી માહિતી અનુસાર, અગાઉ કરવામાં આવેલા RTPCR ટેસ્ટમાં તમામ ખેલાડીઓ નેગેટિવ જોવા મળ્યા હતા પરંતુ બુધવારે કરવામાં આવેલા ટેસ્ટમાં શિખર ધવન સહિત ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પોઝિટિવ આવ્યા છે. ANI સાથે વાત કરતાં BCCI કોષાધ્યક્ષ અરુણ ધૂમલે સ્વીકાર્યું છે કે કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સંક્રમિત છે. તેમણે કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જણાવી દઇએ કે, કોરોનાના કારણે જ સિરીઝના વેન્યૂમાં કાપ મૂકવામાં આવ્યો છે.

    આ પણ વાંચો- IPL Mega Auction: IPLની હરાજી માટે 590 ખેલાડીઓના નામની યાદી જાહેર, અહીં જાણો બધુ

    ક્રિકેટ પર કોરોનાનું સંકટ!, ભારતીય ક્રિકેટ ટીમના શિખર ઘવન સહિત 7 ખેલાડી કોરોના પોઝિટિવ

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીથી વેસ્ટઈન્ડીઝ સામેની 3 વનડે પહેલા ટીમ ઈન્ડીયા માટે માઠા સમાચાર આવ્યાં છે. શિખર ધવન, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ સહિત 8 ખેલાડીઓ કોરોના પોઝિટીવ નીકળ્યાં છે.

    આ પણ વાંચો- IND vs AUS: Under-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે જંગ, જાણો બેમાંથી કઈ ટીમ મજબૂત

    ભારતીય ક્રિકેટ ટીમ સાથે ત્રણ એક દિવસીય મેચ અને ત્રણ ટી-20 સિરીઝ માટે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ ટીમ આજે સાંજે અમદાવાદ આવી પહોચી છે. અમદાવાદમાં વન ડે સિરીઝ અને કોલકાતામાં ટી-20 સિરીઝમાં રમાશે. 3 વન ડે અને 3 ટી-20 સીરીઝ રમવા પહોચેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમના તમામ ખેલાડીઓને ત્રણ દિવસના ક્વોરન્ટીન રહેવુ પડશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં એક નવો ઈતિહાસ રચાશે. આ મેચ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ 1000મી વન ડે રમનારી વર્લ્ડની પહેલી ટીમ બનશે.

    આ ઐતિહાસિક મેચનું સાક્ષી અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બનશે. ત્રણ એક દિવસીય મેચની આ શ્રુંખલા 6 ઠ્ઠી ફેબ્રુઆરીથી શરુ થશે. જો કે.પૂર્વ નિર્ધારિત રીતે મોદી સ્ટેડીયમમાં એક પણ દર્શકને પ્રવેશ નહિ મળી શકે. તો કોલકાતામાં આયોજિત ટી-20 સિરીઝમાં 75% દર્શકોને પ્રવેશ મળશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Coronavirus, India vs West indies, Team india

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन