India vs West Indies:ભારતે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium)માં રમાયેલી વનડે સિરિઝ જીતી લીધી છે. ભારતે આ સીરિઝને 3-0થી જીતી અને વેસ્ટઈન્ડિઝનો વ્હાઇટવોશ કર્યો છે. ભારતે વેસ્ટઈન્ડિઝ સામે આજે 14મીવાર વનડે સીરિઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતની જીતમાં આજે 5 ખેલાડીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી જેમાં શ્રેયસ ઐયર (Shreyas Iyer) રિષભ પંત (Rishabh Pant)નો સમાવેશ થાય છે.
શ્રેયસ ઐયર (Shreyas Iyer) : આજે ત્રીજી વનડેમાં શ્રેયસ ઐયરે 111 બોલ રન રમી અને 80 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાથી આવ્યા બાદ આ સીરિઝ પહેલાં કોરોના પોઝિટિવ થયો હોવા છતા ઐયર આ મેચમાં આવતાવેંત જ તૂટી પડ્યો હતો. ઐયર પાસે જે અપેક્ષા હતી એ તેણે પૂરી કરી અને ટીમને એક સારો સ્કોર અપાવ્યો હતો.
દિપક ચહર (Deepak Chahar) દિપક ચહરે પણ ઓલરાઉન્ડ પર્ફોન્સ આપ્યું હતું. ચહરે 38 બોલમાં 38 રન બનાવી અને છેલ્લે સ્કોર લંબાવવામાં મદદકરી હતી. ચહરે શરૂઆતની વિકેટો પાડી અને બોલિંગમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો.
મોહમ્મદ સિરાઝ (Mohammad Siraj) મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ આજની મેચના હીરો રહ્યા હતા. આ ખેલાડીઓએ ભારતને સારી બોલિંગ શરૂઆત અપાવી હતી.સિરજે 18 બોલમાં 3 સિક્સ અને 3 ફોર મારી 38 રન કરનારા એડમ સ્મિથની વિકેટ પાડી હતી.
પ્રસિદ્ધ કૃષ્ણા (Prasiddh Krishna)એ પોતાની ત્રીજી ઓવરમાં ડેરેન બ્રાવોની વિકેટ લીધી હતી અને ત્યારબાદ જેસન હોલ્ડરને પણ પેવેલિયનની રાહ દેખાડી હતી. આમ તેણે મેચમાં કુલ 3 વિકેટ ઝડપી અને સૌથી સારું પ્રદર્શન કર્યુ હતું. Rishabh Pant -રિષભ પંત : રિષભ પંતે આજે શ્રેયસ ઐયર સામે મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને મેચ જીતાડવામાં યોગદાન આપ્યું હતું. પંતના 56 અને ઐયરના 80 રનની મદદથી ભારત 265 રનના સ્કોર સુધી પહોંચવા માટે આગળ વધી શક્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર