Home /News /sport /

IND vs WI ODI : ભારતની 1000મી વનડેમાં શાનદાર જીત, અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ હાર્યુ

IND vs WI ODI : ભારતની 1000મી વનડેમાં શાનદાર જીત, અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ હાર્યુ

IND vs WI ODI : ભારત અને વેસ્ટઇન્ડિઝ સામે પહેલી વનડે અમદાવાદમાં ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી ભારતે વેસ્ટઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદમાં રમાયેલી પ્રથમ વનડેનો હીરો કેપ્ટન રોહિત શર્મા (rohit sharma) રોહિતના સ્ફોટક 60 રન અને ચહલની 4 વિકેટ (Yuzvendra Chahal) એ ભારતને શાનદાર જીત અપાવી

    IND vs WI ODI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી 20 (IND vs WI T20) અને વન ડે (IND vs WI ODI) મુકાબલો ખેલાઈ રહ્યો છે. આ મુકાબલામાં ભારતે ટોસ જીતી અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અમદાવાદ વનડેમાં ભારતે પ્રથમ બોલિંગ કરતા વેસ્ટઈન્ડિઝની પહેલી વિકેટ સસ્તામાં પડી ગઈ છે. ભારતે અમદાવાદ વનડેમાં (IND vs WI ODI Ahmedabad)માં પ્લઇંગ-11માં ઈશાન કિશન, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, સૂર્ય કુમાર યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ન જેવા યુવાનોને સ્થાન આપ્યુ છે.

    ભારતે પ્રથમ બોલિંગ કરતા વેસ્ટઈન્ડિઝનું 176 રનમાં ફીંડલું વાળી નાખ્યું છે. ભારત વતી સૌથી વધુ યૂઝવેન્દ્રચહલે વિકેટ લીધી છે. ચહલે ચાર, વોશિંગ્ટન સુંદરે બે, પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી છે. ભારતને અમદાવાદમાં પહેલી વનડેમાં જીત માટે 177 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

    ભારતની 6 વિકેટે જીત

    ભારતની પ્રથમ વનડેમાં 6 વિકેટે જીત થઈ છે. પ્રથમ વનડેમાં રોહિત શર્માના 60 રન અને યૂઝવેન્દ્ર ચહલની ચાર વિકેટે ભારતને જીત અપાવી છે. 1000મી વનડેમાં ભારતે શાનદાર જીત મેળવી છે.  ભારત માટે શર્માએ 51 બોલમાં 60 રનની સ્ફોટક ઈનિંગ રમી હતી. જ્યારે 5 વિકેટ માટે દિપક હુડા અને સૂર્ય કુમાર યાદવે નિર્ણયાક ભાગીદારી કરી હતી.

    તમામ વનડે અમદાવાદમાં રમાશે.

    આ તમામ ODI બંધ બારણે એટલે કે પ્રેક્ષકો વિના યોજવામાં આવશે. તમામ વન ડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. બીજી તરફ તમામ T20I કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમવામાં આવશે. મહત્વનું છે કે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સ્ટેડિયમની કુલ કેપેસિટીના 75 ટકા દર્શકોની હાજરી સાથે મેચ યોજવામાં આવશે. અગાઉ આ સમગ્ર ટૂર 6 અલગ-અલગ સ્થળોએ યોજવામાં આવનાર હતો પણ કોવિડની પરિસ્થિતીને કારણે BCCIએ તેના નિર્ણયમાં ફેરફાર કર્યો અને તમામ 6 મેચો માત્ર 2 સ્થળોએ શિડ્યુલ કરવામાં આવી.

    IND vs WI- ODI 2022 વનડેનું ટાઇમ ટેબલ



































    તારીખમેચસ્થળસમય (IST)
    ફેબ્રુઆરી 6 (રવિવાર)

    India vs West Indies, પ્રથમ

    ODI મુકાબલો
    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ1:00 PM
    ફેબ્રુઆરી 9 (બુધવાર)

    India vs West Indies, બીજો

    ODI મુકાબલો
    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ1:00 PM
    ફેબ્રુઆરી 11 (શુક્રવાર)

    India vs West Indies, ત્રીજો

    ODI મુકાબલો
    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ1:00 PM



     India vs West Indies 1st ODI Live Updates: IND Playing XI

    આ મેચમાં ભારતની ટીમ આ મુજબ છે રોહિત શર્મા (કેપ્ટન) ઈશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટ કીપર) સુર્ય કુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર,. શાર્દુલ ઠાકુર, યૂઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાઝ

    India vs West Indies 1st ODI Live Updates: WI Playing XI

    વેસ્ટઈન્ડિઝનની ટીમમાં બ્રાન્ડન કિંગ, શાઈ હોપ, શમારા બ્રુક્સ, ડેરેન બ્રાવો, નિકોલસ પૂરન (વિકેટ કીપર) કીરન પોલાર્ડ (કેપ્ટન) જેસન હોલ્ડર, ફેબીયન એલન, અલઝારી જોસેફ, કેમાર રોચ, અકીલ હોસેનનો સમાવેશ થાય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: India vs West indies, ક્રિકેટ, રોહિત શર્મા

    આગામી સમાચાર