IND vs SL: રાહુલ દ્રવિડ ન હોવો જોઈએ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ, વસીમ જાફરે આપ્યું કારણ

તસવીર-AFP

IND vs SL: ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે(Wasim Jaffer) ટીમ ઈન્ડિયાના કોચ તરીકે શ્રીલંકા પ્રવાસ (India Tour of Sri Lanka)પર ગયેલા રાહુલ દ્રવિડ(Rahul Dravid) વિશે ઘણું બોલ્યું છે. જાફરે કહ્યું છે કે, દ્રવિડે હમણાં ભારતીય ક્રિકેટ ટીમનો કાયમી કોચ ન બનવો જોઈએ અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (NCA))માં યુવા ખેલાડીઓને તૈયાર કરવાનું કામ ચાલુ રાખવું જોઈએ.

  • Share this:
    નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે(Wasim Jaffer) ટીમ ઈન્ડિયાના કોચ તરીકે શ્રીલંકા પ્રવાસ (India Tour of Sri Lanka)પર ગયેલા રાહુલ દ્રવિડ(Rahul Dravid) વિશે ઘણું બોલ્યું છે. જાફરે કહ્યું છે કે, દ્રવિડે હમણાં ભારતીય ક્રિકેટ ટીમનો કાયમી કોચ ન બનવો જોઈએ અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (NCA))માં યુવા ખેલાડીઓને તૈયાર કરવાનું કામ ચાલુ રાખવું જોઈએ.

    જાફરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, શ્રીલંકા પ્રવાસ પર દ્રવિડની સાથે આવેલા ખેલાડીઓને દ્રવિડના અનુભવથી ચોક્કસપણે મોટો ફાયદો થશે. આ હોવા છતાં તેમનું માનવું છે કે, તેણે ટીમ ઈન્ડિયાના કાયમી કોચ ન બનવું જોઈએ. તેણે આ માટેનું કારણ પણ આપ્યું હતું. જાફરના કહેવા પ્રમાણે ભારતીય ટીમ એક સાથે બે દેશોની મુલાકાતે છે. આ બતાવે છે કે, ભારતની બેંચની શક્તિ આજે કેટલી મજબૂત છે અને તેમાં ઉત્તમ ખેલાડીઓની ફોજ તૈયાર છે.

    તેમણે વધુમાં કહ્યું કે, મારું માનવું છે કે, દ્રવિડે હવે અન્ડર -19 અને ભારત-એના ખેલાડીઓ સાથે એનસીએમાં કામ કરવું જોઈએ. મને લાગે છે કે, ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા ખેલાડીઓ ઘણી હદ સુધી પરિપક્વ થયા છે. તેથી તેઓએ નવા ખેલાડીઓ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે, તેમના માર્ગદર્શન હેઠળ નવા ખેલાડીઓ આગલા સ્તર માટે તૈયાર હશે. એટલા માટે દ્રવિડે હવે લાંબા સમય સુધી એનસીએમાં રહેવું જોઈએ, જેથી અમારી પાસે ભવિષ્ય માટે સારા ખેલાડીઓનો મોટી માત્રામાં ભારતીય ટીમને મળી શકે.



    ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના નિયમિત કોચ રવિ શાસ્ત્રી ટીમની સાથે હોવાથી શ્રીલંકા પ્રવાસ માટે દ્રવિડને ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવ્યો છે. અહીં ટીમ ઇન્ડિયા શિખર ધવનના નેતૃત્વમાં ત્રણ વનડે અને 3 ટી-20 ની શ્રેણી રમશે. આ ટીમમાં સિનિયર અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે.

    દ્રવિડે વર્ષ 2016 થી 2019 દરમિયાન ભારત-એ અને અંડર -19 ટીમોના મુખ્ય કોચ તરીકે કામ કર્યું છે. તેના કોચ તરીકે, ભારતની અંડર -19 ટીમ 2016માં વર્લ્ડ કપની રનર-અપ અને 2018 માં ચેમ્પિયન બની હતી. 2019માં, તેમને બીસીસીઆઈ દ્વારા રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (એનસીએ)ના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published: