Home /News /sport /

IND vs SL: મિત્રતામાં એબી ડી વિલિયર્સ કરતાં એક ડગલું આગળ છે વિરાટ કોહલી, જુઓ બંનેનો ખાસ સંયોગ

IND vs SL: મિત્રતામાં એબી ડી વિલિયર્સ કરતાં એક ડગલું આગળ છે વિરાટ કોહલી, જુઓ બંનેનો ખાસ સંયોગ

India vs Sri Lanka Test Series: વિરાટ કોહલી 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યો છે. (એએફપી)

India vs Sri Lanka Test Series: વિરાટ કોહલી (Virat Kohli) 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યો છે. ત્યાં જ તેનો જૂનો સાથી એબી ડી વિલિયર્સ (AB de Villiers) 100 ટેસ્ટ રમવાનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે.

વધુ જુઓ ...
    વિરાટ કોહલી (Virat Kohli) વધુ એક વખત ચર્ચામાં છે. તાજેતરમાં જ તેને શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. હવે 4 માર્ચથી ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મોહાલીમાં રમાવાની છે. આ મેચ કોહલીની 100મી ટેસ્ટ હશે. ચાહકોની ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને BCCIએ 50 ટકા પ્રશંસકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી છે. પૂર્વ ભારતીય કેપ્ટન મોહાલીમાં ઉતરતાની સાથે જ વિશેષ યાદીમાં સામેલ થઈ જશે. અત્યાર સુધી ભારતના 11 ખેલાડીઓ 100 કે તેથી વધુ ટેસ્ટ રમી ચૂક્યા છે. ત્યાં જ રોહિત શર્મા (Rohit Sharma) આ મેચથી ટેસ્ટ કેપ્ટન તરીકે નવી શરૂઆત કરશે.

    વિરાટ કોહલીએ કેપટાઉનમાં કારકિર્દીની 99મી ટેસ્ટ રમી હતી. તે મોહાલીમાં 100મી અને બેંગ્લોરમાં 101મી ટેસ્ટ રમી શકે છે. શ્રીલંકા સિરીઝની બીજી ડે-નાઈટ ટેસ્ટ (Ind vs Sl) બેંગલુરુમાં 12 માર્ચથી યોજાવાની છે. હવે જો દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ (Ab De Villiers)ના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે કેપટાઉનમાં 98મી ટેસ્ટ, મોહાલીમાં 99મી ટેસ્ટ અને બેંગ્લોરમાં 100મી ટેસ્ટ રમી હતી. એટલું જ નહીં કોહલીની જર્સી નંબર 18 છે જ્યારે એબી ડી વિલિયર્સની જર્સી 17 છે. એટલે કે ઉપરોક્ત સંયોગને જોતા કોહલી દરેક બાબતમાં ડી વિલિયર્સ કરતા એક ડગલું આગળ જોવા મળે છે.

    આ પણ વાંચો- Gujarat Budget: બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું બજેટ સત્ર

    ટી-20 લીગમાં લાંબા સમય સુધી સાથે રમ્યા

    વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ પણ સારા મિત્રો છે. તે લાંબા સમય સુધી IPLમાં RCBનો ભાગ હતો. જો કે હવે ડી વિલિયર્સે નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે કોહલીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. વિરાટ કોહલી હવે ટીમ ઈન્ડિયાના કોઈપણ ફોર્મેટનો કેપ્ટન નથી. તાજેતરમાં તેણે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર બાદ ટેસ્ટ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું હતું. તે ભારતની ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન છે. રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

    આ પણ વાંચો - IND vs SL: વિરાટ કોહલીની 100મી ટેસ્ટ બનશે ખાસ, BCCIએ ચાહકોને આપી ખુશખબર

    કોહલી માટે BCCI નો વિરાટ નિર્ણય

    પંજાબ ક્રિકેટ એસોસિએશના ટ્રેઝરર આરપી સિંગલાએ જણાવ્યું કે 'બીસીઆઈ દ્વારા અમને પહેલી મેચ માટે 50 ટકા ઓડિયન્સ બેસાડવાની મંજૂરી મળી છે. અમે બુધવારથી ઓનલાઇન ટિકિટનું વેચાણ કરીશું. ટિકિટ કાઉન્ટર પર ભીડ હોવાના કારણે અમે ઓનલાઇન સેલ કરીશું. ચાહકો વિરાટને 100મી મેચ રમતા જોઈ શકશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: AB de Villiers, Cricket News in Gujarati, India Vs SL, India vs srilanka, Virat kohli innings, Virat kohli record

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन