Home /News /sport /VIDEO: સદી ફટકારતા જ વિરાટ કોહલી વધુ ઘાતક બની ગયો… ધોનીની સ્ટાઈલમાં હેલિકોપ્ટર શોટ ફટકાર્યો
VIDEO: સદી ફટકારતા જ વિરાટ કોહલી વધુ ઘાતક બની ગયો… ધોનીની સ્ટાઈલમાં હેલિકોપ્ટર શોટ ફટકાર્યો
સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી વધુ ઘાતક બની ગયો હતો. (BCCI)
સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી મેચમાં વધુ આક્રમક બની ગયો હતો. ભૂતપૂર્વ સુકાનીએ શ્રીલંકાના બોલરોને જોરદાર રીતે ફટકાર્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ એમએસ ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ પણ માર્યો હતો.
નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે શ્રીલંકા સામેની તિરુવનંતપુરમ વન-ડે ખૂબ જ ખાસ હતી. વિરાટે રવિવારે પોતાની વન-ડે કારકિર્દીની 46મી સદી ફટકારી હતી. તે હવે 50 ઓવરના ફોર્મેટમાં સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને તોડવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી સચિન તેંડુલકર પછી બીજા ક્રમે છે. વિરાટે બાંગ્લાદેશ પ્રવાસ પર તેની 45મી વન-ડે સદી ફટકારી હતી. આ પહેલા તે સતત ત્રણ વર્ષથી આ ફોર્મેટમાં સદીની રાહ જોઈ રહ્યો હતો.
સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી મેચમાં વધુ આક્રમક બની ગયો હતો. ભૂતપૂર્વ સુકાનીએ શ્રીલંકાના બોલરોને જોરદાર રીતે ફટકાર્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ એમએસ ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ પણ માર્યો હતો. જેનો એક વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી મેચમાં વધુ આક્રમક બની ગયો હતો. ભૂતપૂર્વ સુકાનીએ શ્રીલંકાના બોલરોને જોરદાર રીતે ધોયા હતા. વિરાટ કોહલીએ આજની મેચમાં કુલ 110 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન પૂર્વ કેપ્ટનના બેટમાંથી 150થી વધુની એવરેજથી 166 અણનમ રન આવ્યા હતા. આજની મેચમાં લંકાના બોલરોએ જોરદાર ઝંપલાવ્યું હતું.વિરાટે પોતાની ઇનિંગમાં લંકાના બોલરો સામે 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. એક સમય એવો આવ્યો જ્યારે વિરોધી ટીમનો પ્રયાસ વિરાટ કોહલીને સ્ટ્રાઈકથી દૂર રાખવાનો જ જોવા મળ્યો.
આ મેચમાં તેણે શ્રીલંકા સામે વનડેમાં 10મી વખત સદી ફટકારી હતી. એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ટોચ પર પહોંચી ગયો છે. આ મામલામાં તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે અને આવું કરનાર તે પ્રથમ ક્રિકેટર બની ગયો છે.
વિરાટ કોહલી હવે વિશ્વના 5 સૌથી સફળ ODI બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ વિરાટે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે. શ્રીલંકા સામે રમાયેલી ODI સીરીઝની ત્રીજી મેચ દરમિયાન વિરાટ કોહલીએ ODI ક્રિકેટનો વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર