પૃથ્વી શૉ સેહવાગની યાદ અપાવે છે, ટીમ ઈન્ડિયા પાસે જીતવાની સારી તક: મુથૈયા મરલીધરન

(Prithvi Shaw Instagram)

India vs Sri lanka ODI Series: શ્રીલંકા પ્રવાસ માટે યુવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી છે. પૃથ્વી શૉને ઓપનર તરીકે તક મળી શકે છે. 18 જુલાઇ રવિવારથી વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે.

 • Share this:
  કોલંબો: ટીમ ઈન્ડિયા (Team India)રવિવારથી શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરવા જઇ રહી છે. પ્રવાસ પર (India vs Sri lanka) ટીમે ત્રણ વનડે અને ત્રણ ટી -20 મેચ રમવાની છે. ટી -20 વર્લ્ડ કપ(T20 World Cup) મેચ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં યુવા ભારતીય ટીમ અહીં સારુ પ્રદર્શન કરવા ઈચ્છશે. આ પ્રવાસ માટે રાહુલ દ્રવિડની કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિખર ધવનને ટીમની કમાન મળી છે.

  શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર ​​મુથિયા મુરલીધરને ક્રિકઇન્ફો સાથે વાત કરતાં કહ્યું કે, ટીમ ઈન્ડિયા પાસે શ્રેણી જીતવાની સારી તક છે. તેણે કહ્યું, 'પૃથ્વી શો ટેસ્ટ કરતાં વનડે અને ટી -20 માં વધુ સારા ખેલાડી છે. તે જે રીતે રમે છે તે સેહવાગને યાદ કરાવે છે. તેણે કહ્યું કે, તે ઘણા જોખમો લે છે અને બોલરો પર દબાણ લાવે છે. જો તેઓ સ્કોર કરવામાં સફળ રહ્યા છે તો ટીમ ઈન્ડિયાને જીતવાની સારી તક મળશે, કારણ કે, તે ઝડપથી મોટો સ્કોર બનાવે છે.

  ટીમ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવું જોઈએ

  મુરલીધરને કહ્યું, 'પૃથ્વી શોમાં પ્રતિભા છે અને તે નિર્ભય છે. તેને આઉટ થવાનો કોઈ ડર નથી. ટીમ ઈન્ડિયાએ તેને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે, તમારે મેચ જીતવા માટે ખેલાડીઓની જરૂર છે તે ખૂબ ખતરનાક બની શકે છે અને શિખર ધવન આરામથી બેટિંગ કરશે. મેં તેને આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોયો છે. મુરલીધરને વધુમાં કહ્યું કે, જો શિખર ધવન વિકેટ પર રહેશે તો પૃથ્વી શો બોલરોને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થશે.

  આ પણ વાંચો: SL vs IND 2021 Live Streaming: શ્રીલંકા-ભારત વચ્ચેની પ્રથમ વનડે મેચ, જાણો ક્યાં દેખાશે

  ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણીની પહેલી મેચ 18 જુલાઈએ યોજાશે. બીજી વનડે 20 મી જુલાઈએ અને ત્રીજી વનડે 23 જુલાઈએ યોજાશે. ટી 20 સીરીઝ 25 જુલાઈથી શરૂ થશે. બીજી ટી 20 મેચ 27 જુલાઈએ રમાશે. ત્રીજી અને અંતિમ ટી 20 મેચ 29 જુલાઈએ યોજાશે. ટીમ ઇન્ડિયા 24 વર્ષથી શ્રીલંકા સામે દ્વિપક્ષીય વનડે સિરીઝમાં હાર્યું નથી. છેલ્લી 10 મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ 8 જીત મેળવી છે.
  Published by:kuldipsinh barot
  First published: