IND vs SL: કોરોનાને કારણે ભારત-શ્રીલંકા સીરીઝ પર લાગ્યો બ્રેક, 13 જુલાઈથી નહિ થાય મેચ

India vs Sri Lanka ODI Series:શ્રીલંકાની ટીમના બે સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શ્રેણી (India vs Sri Lanka)નું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ શ્રેણીની મેચ 13 જુલાઇથી શરૂ થવાની હતી. હવે શ્રેણી 17 જુલાઈથી શરૂ થઈ શકે છે.

India vs Sri Lanka ODI Series:શ્રીલંકાની ટીમના બે સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શ્રેણી (India vs Sri Lanka)નું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ શ્રેણીની મેચ 13 જુલાઇથી શરૂ થવાની હતી. હવે શ્રેણી 17 જુલાઈથી શરૂ થઈ શકે છે.

  • Share this:
    નવી દિલ્લી: કોરોનાને કારણે, ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચેની શ્રેણી સમયસર શરૂ થઈ શકશે નહીં. શ્રીલંકા ટીમનો ડેટા એનાલિસ્ટ અને બેટિંગ કોચ કોરોનાની ચપેટમાં આવ્યો છે. આવી સ્થિતિમાં, શ્રેણીનો કાર્યક્રમ ફરીથી નિર્ધારિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વનડે સિરીઝની શરૂઆત 13 જુલાઈથી થવાની હતી. હવે તે 17 જુલાઈથી શરૂ કરી શકાય છે. પ્રવાસ પર ટીમ ઈન્ડિયા(Team India)એ ત્રણ વનડે અને ત્રણ મેચની શ્રેણી રમવાની છે. શિખર ધવન(Shikhar Dhawan) ના નેતૃત્વમાં જુનિયર ટીમ લંકા પહોંચી છે.

    ક્રિકબઝના સમાચાર અનુસાર શ્રીલંકા ક્રિકેટ બોર્ડ શનિવારે શ્રેણીના નવા શેડ્યૂલને જાહેર કરી શકે છે. શુક્રવારે બોર્ડે કહ્યું કે, ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર પણ પોઝિટિવ આવ્યો છે. ઇંગ્લેન્ડથી પરત ફરી રહેલી ટીમના અન્ય ખેલાડીઓ હજુ પણ ક્વારેન્ટાઇનમાં છે.

    આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોની આગામી આઈપીએલ નહિ રમે તો હું પણ બહાર થઈ જઈશ: સુરેશ રૈના

    ક્રિકઇન્ફો મુજબ, 17, 19 અને 21 જુલાઈએ વનડે મેચ રમાઇ શકે છે. જ્યારે ટી 20 મેચ 24 જુલાઈ, 25 અને 27 જુલાઈના રોજ યોજાઈ શકે છે. પ્રથમ શ્રેણી 13 જુલાઈથી શરૂ થવાની હતી અને છેલ્લી મેચ 25 જુલાઈએ રમાવાની હતી. જોકે બીસીસીઆઈએ શ્રીલંકા બોર્ડને સંપૂર્ણ ટેકો આપ્યો છે. કોરોના કેસ બાદ પણ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા પ્રવાસ રદ કર્યો નથી.

    આ પણ વાંચો: Sunil Gavaskar Birthday: સુનીલ ગાવસ્કર કેમ નહોતા પહેરતા હેલમેટ, જાણો અજાણી વાતો

    કોરોનાને કારણે, તમામ બોર્ડની કમાણી ખરાબ અસર થઈ છે. યજમાન બોર્ડ માટે ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રીલંકન બોર્ડે શ્રેણીની દરેક મેચમાંથી આશરે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે, શ્રેણીમાંથી લગભગ 90 કરોડ પ્રાપ્ત થશે. ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. પરંતુ જુનિયર ખેલાડીઓ અહીં મોકલવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ છે.
    Published by:kuldipsinh barot
    First published: