Home /News /sport /IND vs SL:ભારત-શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટની શરૂઆત, વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ખાસ છે આ મેચ
IND vs SL:ભારત-શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટની શરૂઆત, વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ખાસ છે આ મેચ
IND vs SL Test Series Virat Kohli's 100th Test : આજથી શ્રીલંકા ભારત વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત, વિરાટ કોહલીની 100મી ટેસ્ટ
IND vs SL Test Series: આજથી મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝનો પ્રારંભ, પહેલી ટેસ્ટ સીરિઝમાં ઓપનિંગ કરવા માટે રોહિત શર્મા અને મયંક અગ્રવાલ ઉતર્યા. વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ
IND vs SL: આજથી પંજાબના મોહાલીમાં (Mohali)માં ભારત અને શ્રીંલકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચની શરૂઆત થઈ છે (IND vs SL Test Series) પંજાબના મોહાલી ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આ ટેસ્ટ મેચ ખૂબ જ ખાસ છે (Virat Kohli). આજે પહેલી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ક્રિઝ પર ઓપનર મયંક અગ્રવાલ સાથે ઉતર્યો છે.
રાહુલ દ્રવિડે વિરાટ કોહલીને આપી ખાસ કેપ : ભારત વિ. શ્રીલંકા આજની ટેસ્ટ મેચ વિરાટ કોહલી માટે ખાસ ટેસ્ટ મેચ છે. વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ આજે રમી રહ્યો છે. આ અવરસ પર કોહલી ભાવુક હતો. આ સાથે અનુષ્કા શર્મા પણ મેદાન પર હતી. વિરાટ કોહલીનો મોટો ભાઈ પણ મેચ જોવા માટે આવ્યો છે. કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીને આ અવસર પર ખાસ ટેસ્ટ કેપ આપી છે.
રોહિત શર્મા માટે પણ ખાસ અવસર
આજની આ ટેસ્ટ સીરિઝ કેપ્ટન રોહિત શર્મા માટે પણ ખાસ અવસર છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં આજથી કેપ્ટન રોહિત શર્માનો યુગ શરૂ થયો છે. વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટનપદે રજા અપાયા બાદ સાઉથ આફ્રિકા પ્રવાસમાં કે.એલ.રાહુલે કેપ્ટનશીપ કરી હતી. જોકે, આ પ્રથમ સીરિઝ છે જેમાં રોહિત શર્મા કેપ્ટનશીપ કરશે. રોહિત શર્મા ભારતનો 35મો ટેસ્ટ કેપ્ટન બન્યો છે.
આજે વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ છે. આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીના મોટાભાઈ પત્ની અનુષ્કા શર્મા તેને સપોર્ટ કરવા માટે આવ્યા છે. વિરાટ કોહલીની 100મી ટેસ્ટ હોવાના કારે મેદાન પર 50 ટકા પ્રેક્ષકોને અનુમતિ આપવાની ચાહકોની માગ બીસીસીઆઈએ સંતોષી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર